Viral Tweet: એલોન મસ્કની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી, જ્યારે ટ્વિટ કરીને પૂછ્યું હતું કેટલી કિંમત હશે ટ્વિટરની?
હેશટેગ #ElonMusk સવારથી ટ્વિટર (Twitter)પર ટોપ ટ્રેન્ડિંગ છે. આ દરમિયાન તેની પાંચ વર્ષ જૂની ટ્વિટ વાયરલ (Elon Musk Tweet)થઈ રહી છે, જેમાં તેણે ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ટેસ્લા મોટર્સના CEO અને અબજોપતિ એલોન મસ્ક ટ્વિટર(Elon Musk Buy Twitter)ના નવા માલિક બન્યા છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવ્યા ત્યારથી, માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર એલોન મસ્કને સતત અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે. હેશટેગ #ElonMusk સવારથી ટ્વિટર (Twitter)પર ટોપ ટ્રેન્ડિંગ છે. આ દરમિયાન તેની પાંચ વર્ષ જૂની ટ્વિટ વાયરલ (Elon Musk Tweet)થઈ રહી છે, જેમાં તેણે ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી તેણે ટ્વિટ કરીને લખ્યું- ‘હું ટ્વિટરને પ્રેમ કરૂ છે, તેની કિંમત શું હશે?’ આજે જુઓ, તેની આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. આખરે તેણે ટ્વિટરને 44 બિલિયન ડોલર (ભારતીય ચલણમાં 3369 બિલિયનથી વધુ)માં ખરીદ્યું છે.
ટ્વિટર પર ટેકઓવરની વચ્ચે, 2017માં એલોન મસ્કનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ટ્વિટરની કિંમત વિશે પૂછપરછ કરી હતી. 21 ડિસેમ્બર, 2017ના રોજ એલોન મસ્કનું એક ટ્વિટ હતું, ‘હું ટ્વિટરને પ્રેમ કરું છું.’ જેના જવાબમાં બિઝનેસ ઈનસાઈડરના એડિટર ડેવ સ્મિથે જવાબ આપ્યો, ‘તો પછી તમારે તેને ખરીદવું જોઈએ.’ ત્યારબાદ એલોન મસ્કએ વિલંબ કર્યા વિના આનો જવાબ આપતા તેની કિંમત પૂછી હતી. અને 5 વર્ષથી ઓછા સમયમાં, તેણે તેને ખરીદવા માટે મોટી બોલી લગાવી.
I love Twitter
— Elon Musk (@elonmusk) December 21, 2017
સ્મિથે કહ્યું- આ વાતચીત જીવનભર યાદ રહેશે
એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ડેવ સ્મિથે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું આ વાતચીતને હંમેશ માટે યાદ રાખીશ. આ સાથે તેણે ટ્વિટર પર એલોન મસ્ક સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એલોન મસ્ક અને ડેવ સ્મિથ વચ્ચેની આ વાતચીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
This exchange continues to haunt me pic.twitter.com/W06oSqx0MR
— Dave Smith (@redletterdave) April 25, 2022
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022
એલોન મસ્ક ફ્રિડમ ઓફ સ્પીચની હિમાયત કરી
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ખરીદ્યા બાદ અલોન મસ્કે અનેક ટ્વીટ કર્યા હતા. જેમાં તેણે ફ્રીડમ ઓફ સ્પીચની હિમાયત કરવા સાથે અનેક ફિચર્સ ઉમેરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એલ્ગોરિધમને તેની વિશ્વસનીયતા વધારવા માટે ઓપન સોર્સ રાખવામાં આવશે. આ સિવાય સ્પામ બોટ્સને પણ નિયંત્રિત કરવામાં આવશે. આ સાથે કહ્યું કે ટ્વિટર એક પ્લેટફોર્મ હશે જ્યાં માનવતાના ભવિષ્ય વિશે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: Tech News: iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, એપલે ડેવલપર્સને આપી નોટિસ, આ એપ્લિકેશનો એપ સ્ટોરમાંથી કરાશે દૂર
આ પણ વાંચો: Tech Tips: WhatsAppના નવા Group Call ફિચરનો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો