Tech Tips: WhatsAppના નવા Group Call ફિચરનો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
નોંધ લો કે આ ફીચર માત્ર વોઈસ કોલ માટે છે અને વીડિયો કોલ માટે નથી. ગ્રુપ વૉઇસ કૉલ્સ (Voice Call) કરતી વખતે અથવા પ્રાપ્ત કરતી વખતે ખાતરી કરો કે તમારુ અને તમારા સંપર્કો પાસે મજબૂત ઇન્ટરનેટ કનેક્શન હોય.
વોટ્સએપે (WhatsApp) હાલમાં જ એક નવું ગ્રુપ કોલિંગ (Group Call Feature) ફીચર રજૂ કર્યું છે. આ ફીચર iOS અને Android માટે આવ્યું છે, જેમાં યુઝર્સને વોઈસ કોલમાં 32 જેટલા પાર્ટિસિપન્ટ્સ ઉમેરવાની છૂટ છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો તો અમે તમને તેના વિશે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ મેથડ જણાવી રહ્યા છીએ. નોંધ લો કે આ ફીચર માત્ર વોઈસ કોલ માટે છે અને વીડિયો કોલ માટે નથી. ગ્રુપ વૉઈસ કૉલ્સ કરતી વખતે અથવા પ્રાપ્ત કરતી વખતે ખાતરી કરો કે તમારુ અને તમારા સંપર્કો પાસે મજબૂત ઈન્ટરનેટ કનેક્શન હોય. વૉઈસ કૉલ્સની ગુણવત્તા સૌથી નબળા કનેક્શન સાથેના સંપર્ક પર આધારિત હશે.
ગ્રુપ વૉઇસ કૉલ દરમિયાન, તમે કૉલને વીડિયો કૉલ પર સ્વિચ કરી શકશો નહીં. તમે ગ્રુપ વૉઈસ કૉલ દરમિયાન કોઈ સંપર્કને કાઢી શકતા નથી. કૉલમાંથી ડિસ્કનેક્ટ કરવા માટે સંપર્કે તેનો/તેણીનો ફોન હેંગ અપ કરવો પડશે. જો કે તમે એવા વ્યક્તિ સાથે ગ્રુપ વોઈસ કોલમાં હોવાની સંભાવના છે, જેને તમે બ્લોક કર્યા છે તો તમે તે કોન્ટેક્ટને એડ નહીં કરી શકો જેને તમે બ્લોક કર્યો હોય અથવા કોઈ સંપર્ક જેણે તમને બ્લોક કર્યા હોય. જો તમે બ્લોક કોન્ટેક્ટ સાથે કનેક્ટ થવા માંગતા નથી તો તમે કોલને અવગણી શકો છો.
નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો
ગ્રુપ ચેટમાંથી ગ્રુપ વોઈસ કોલ કેવી રીતે કરવો:-
- તમે વૉઇસ કોલ કરવા માંગો છો તે ગ્રુપ ચેટ ખોલો.
- જો ગ્રુપ ચેટમાં 33થી વધુ પાર્ટિસિપન્ટ હોય તો ગ્રુપ કોલ બટન પર ટેપ કરો.
- જો તમારી ગ્રૂપ ચેટમાં 32 કે તેથી ઓછા પાર્ટિસિપન્ટ હોય તો વોઈસ કોલ પર ટેપ કરો અને કન્ફર્મ કરો.
- તમે જે સંપર્કને કૉલમાં ઉમેરવા માંગો છો તે શોધો પછી વૉઇસ કૉલ પર ટેપ કરો.
વ્યક્તિગત ગ્રુપ ચેટમાંથી ગ્રુપ વૉઈસ કૉલ કેવી રીતે કરવો
- તમે વૉઈસ કૉલ કરવા માંગો છો તે સંપર્કોમાંથી એક સાથે વ્યક્તિગત ચેટ ખોલો.
- વોઈસ કોલ બટન પર ટેપ કરો.
- એકવાર કોન્ટેક્ટ દ્વારા કોલ સ્વીકારવામાં આવે, પછી એડ પાર્ટિસિપન્ટ પર ટેપ કરો.
- તમે કૉલમાં ઉમેરવા માંગો છો તે અન્ય સંપર્ક શોધો પછી Add પર ટેપ કરો.
- જો તમે વધુ કોન્ટેક્ટ્સ ઉમેરવા માંગતા હો, તો એડ પાર્ટિસિપન્ટ્સ પર ટેપ કરો.
આ પણ વાંચો: Tech Tips: હવે WhatsApp સ્ટેટસમાં લગાવી શકાય છે લોકેશન સ્ટિકર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો