Tech News: iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, એપલે ડેવલપર્સને આપી નોટિસ, આ એપ્લિકેશનો એપ સ્ટોરમાંથી કરાશે દૂર
હવે કંપની પોતાના નવા નિર્ણયથી ચર્ચામાં છે. યુઝર્સ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. યૂઝર્સ હવે એવી એપ્સ (App)નો ઉપયોગ કરી શકશે નહીં, જે લાંબા સમયથી અપડેટ કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ છે કે ડિવાઈસમાં હાજર એપનું શું?
એપલ કંપની (Apple) તેની આઈફોન સીરીઝને કારણે ઘણી ચર્ચામાં રહે છે. એપલ સમયાંતરે નવા અપડેટ્સ જાહેર કરતું રહે છે. હવે કંપની પોતાના નવા નિર્ણયથી ચર્ચામાં છે. યુઝર્સ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. યૂઝર્સ હવે એવી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં, જે લાંબા સમયથી અપડેટ કરવામાં આવી નથી. એપલ તેના એપ સ્ટોરમાં (Apple App Store)થી તે એપ્સને દૂર કરવા જઈ રહ્યું છે, જે હવે અપડેટ્સ રિલીઝ કરી રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે એપલ યુઝર્સ પર તેની શું અસર થશે.
એપલે ડેવલપર્સને નોટિસ મોકલી
ધ વર્જના રિપોર્ટ અનુસાર એપલે તે તમામ એપ્સના ડેવલપર્સને ઈમેઈલ મોકલ્યો છે. એપ ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ શીર્ષક હેઠળ મોકલવામાં આવેલ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તે સ્ટોરમાંથી તે એપ્સને દૂર કરી દેશે જેણે લાંબા સમયથી કોઈ અપડેટ બહાર પાડ્યું નથી.
ડિવાઈસ પર એપ્લિકેશન દેખાશે
એપલે ડેવલપર્સને અપડેટ માટે માત્ર 30 દિવસનો સમય આપ્યો છે. તેણે કહ્યું છે કે જો આ સમયગાળાની અંદર સમીક્ષા માટે અપડેટ રિલીઝ કરવામાં નહીં આવે તો સ્ટોરમાંથી એપ્લિકેશનને દૂર કરવામાં આવશે. એપલ ભલે એ એપને એપ સ્ટોરમાંથી દૂર કરી દે પરંતુ જે યુઝર્સે એ એપ્સ ડાઉનલોડ કરી છે તેઓને તેમના ડિવાઇસ પર દેખાશે.
ડેવલપર્સનું વધ્યું ટેન્શન
એપલના આ નિર્ણય પર ઘણા એપ નિર્માતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. પ્રોટોપોપ ગેમ ડેવલપર રોબર્ટ કાબવેએ જણાવ્યું હતું કે Apple તેમની સંપૂર્ણ રીતે કાર્યરત એપને સ્ટોરમાંથી દૂર કરવાની ધમકી આપી રહ્યું છે કારણ કે તે માર્ચ 2019થી અપડેટ કરવામાં આવી નથી.
યુઝર્સ પર શું થશે અસર
એપલના આ નિર્ણયથી યુઝર્સને અસર જરૂર થશે, જેમાં ડિવાઈસમાં હાજ એપ્લિકેશનનું અપડેટ ન આવતા તે બરાબર કામ ન પણ કરી શકે અથવા કોઈ ટેકનિકલ ઈશ્યુ પણ આવી શકે છે. હાલ એપલે યુઝર્સ પર કેવી અસર થશે તેના વિશે કોઈ માહિતી આપી નથી. ત્યારે એક વાત ચોક્કસ કહીં શકાય કે સ્ટોરમાંથી એપ્લિકેશન દૂર થતા ડિવાઈસમાં હાજર એપને થોડી ઘણી અસર થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Tech Tips: હવે WhatsApp સ્ટેટસમાં લગાવી શકાય છે લોકેશન સ્ટિકર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો