દેશમાં ક્યારે-ક્યાં અને કોણ સ્થાપિત કરશે 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, પેટ્રોલિયમ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

Electric Vehicle Charging Station Latest News: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં 22 હજાર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ચાર્જિંગ સ્ટેશન દેશની સરકારી કંપની HPCL, BPCL અને IOC દ્વારા લગાવવામાં આવશે.

દેશમાં ક્યારે-ક્યાં અને કોણ સ્થાપિત કરશે 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, પેટ્રોલિયમ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી
Electric Vehicle (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:01 PM

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Harshdeep Singh Puri)નું કહેવું છે કે દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ HPC, BPCL અને IOC દેશમાં 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. તેમણે કહ્યું કે BPCL દેશમાં 7000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. તે જ સમયે HPCL 5000 અને IOC કુલ 10,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. તમને જણાવી દઈએ કે રોડની સાથે માર્કેટમાં ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ પંપોને પણ તેમના કેમ્પસમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સુવિધાઓ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકાર 2030 સુધીમાં ખાનગી કાર માટે 30 ટકા, કોમર્શિયલ વાહનો માટે 70 ટકા, બસો માટે 40 ટકા અને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે 80 ટકાના વેચાણની આશા રાખી રહી છે. આ વાહનોના ચાર્જિંગ માટે સૌર અને બાયોમાસ જેવા વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે. ભારત 145 ગીગાવોટ (GW) સાથે વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવે છે. સોલાર પીવી સેલ, ઘરો, મોલ્સ, પાર્કિંગ લોટ અને ઓફિસોમાં પેનલ સિસ્ટમ દ્વારા સ્થાનિક ઈવી ચાર્જીંગ ઈવીએસને વધુ સસ્તું બનાવશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સરકારે મોટી જાહેરાત કરી છે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (Ministry of Petroleum & Natural Gas) ગયા મહિને ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. પેટ્રોલ પંપના માલિકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કરતા પહેલા જ EV ચાર્જિંગ સ્ટેશન (EV Charging Stations) અને CNG આઉટલેટ્સ (CNG Outlet) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 8 નવેમ્બર, 2019ના રોજના તેના આદેશની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે નવી સંસ્થાઓ દ્વારા પેટ્રોલ પંપ સ્થાપવા માટેના ધોરણો હળવા કરવામાં આવ્યા છે. આ ઓર્ડરમાં પેટ્રોલ પંપ માટે સીએનજી, એલએનજી અથવા પેટ્રોલ અને ડીઝલ જેવા નવા વૈકલ્પિક ઈંધણના છૂટક વેચાણ સાથે ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભારતમાં હાલમાં જે ઈલેક્ટ્રિક કાર વેચાઈ રહી છે, તેમના માટે ભારત ડીસી અને ભારત એસી ચાર્જર સક્ષમ છે. એટલે કે આવા ચાર્જિંગ સ્ટેશન 70 હજારથી લઈને 2.5 લાખ રૂપિયાના ખર્ચે બનાવી શકાય છે. જો તમારે ભવિષ્યમાં વધુ કમાણી કરવી હોય અને બસ, ટ્રક જેવા ભારે વાહનોને ચાર્જ કરવા હોય તો CCS અથવા કેડેમો ચાર્જર લગાવવા પડશે.

ભારતમાં 50 kWથી વધુની બેટરીના ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન હજી શરૂ થયું નથી. એટલા માટે અત્યારે હેવી ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી. વીજ જોડાણ મેળવવા અને ટ્રાન્સફર કરવા માટે કુલ 7 લાખનો ખર્ચ થશે. આ સિવાય ચાર્જિંગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 3 લાખનો ખર્ચ થઈ શકે છે.

આ પણ વાંચો :  દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે માથાના વાળ, ભારતમાં પણ વાળનો કરોડોનો બિઝનેસ થાય છે

g clip-path="url(#clip0_868_265)">