દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે માથાના વાળ, ભારતમાં પણ વાળનો કરોડોનો બિઝનેસ થાય છે

ભારતના કેટલાક વિસ્તારમાં તો વાળને મંદિરમાં દાન કરવાની પણ પરંપરા છે. દુનિયામાં ભારતીય મહિલાઓના લાંબા વાળની માગ પણ વધુ છે. જેથી આ વાળ ભારતથી ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મા મોકલવામાં આવે છે.

દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે માથાના વાળ, ભારતમાં પણ વાળનો કરોડોનો બિઝનેસ થાય છે
Hair Business
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 1:22 PM

દુનિયાભરમાં માથાના વાળ(hair) નો કરોડોનો બિઝનેસ(Business) ચાલે છે. દુનિયાભરમાં એક કિલો વાળ હજારો રૂપિયાના ભાવે વેચાતા હોય છે. ખાસ કરીને ભારતીય વાળની માગ વિદેશના માર્કેટમાં ખૂબ જ વધુ છે. ભારતીય(Indian) મહિલાઓ(Women)ના લાંબા વાળ દુનિયાભરમાં વખણાતા હોય છે.

ભારતમાં વાળનો વેપાર ભારતમાં મંદિરોમાં વાળ દાન કરવાની પરંપરા છે. ખાસ કરીને તિરુપતિ બાલાજી મંદિરમાં રોજના હજારો લોકો પોતાના માથાના વાળ દાનમાં આપતા હોય છે. જે બાદમાં વેચી દેવામાં આવે છે. આ જ રીતે દેશભરમાં પાર્લર્સમાં પણ એકઠા કરાયેલા વાળ વેચવામાં આવે છે. હવે તો ભારતમાં ગામે ગામ અને શહેરોમાં પણ મહિલાઓ પોતાના ઊતરતા વાળ એકઠા કરીને વેચે છે. પરંતુ સવાલ એ થાય છે કે આ વેચવાનો વ્યવસાય શરુ કેવી રીતે થયો? વાળનો વ્યાપાર શરુ થવા પાછળ પણ એક ઇતિહાસ જોડાયેલો છે.

વાળનો ઊપયોગ કેવી રીતે થાય છે? મંદિરમાંથી વાળ ફેક્ટરીમાં લાવવમાં આવે છે. સૌપ્રથમ આ બધા ગુંચવાયેલા વાળને અલગ પાડવામાં આવે છે. પછી તેને ધોઇને સૂકવવામાં આવે છે. આ પછી આ વાળને વિદેશમાં વેચવામાં આવે છે. વિદેશમાં આ કુદરતી વાળનો મોટો બિઝનેસ છે અને તેમાંથી વિગ બનાવવામાં આવે છે. ઘણા શ્રીમંત લોકો મોંઘા ભાવે આ વિગ ખરીદે છે અને મોટો ધંધો ચાલે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

દુનિયામાં વાળના વેપારની શરુઆત વાળના વ્યવસાયની શરુઆત ક્યારે થઇ તે અંગે કોઇ ચોક્કસ જાણકારી આપવી મુશ્કેલ છે પરંતુ ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 1840થી વાળનો વ્યવસાય હોવાના પુરાવા છે. તે સમયે ફ્રાન્સના મેળામાં વાળ ખરીદવામાં આવતા હતા. ઘણા મેળાઓમાં છોકરીઓ તેમના વાળની ​​હરાજી કરતી હતી. પછી ધીમે-ધીમે આ બિઝનેસ વધવા લાગ્યો. બાદમાં યુરોપમાં વાળની માગ વધી અને પછીના સમયમાં તો ઘણા દેશોની છોકરીઓએ વાળ વેચવાનું શરૂ કર્યું અને એક પછી એક ઘણા દેશો વેપારમાં જોડાવા લાગ્યા.

ભારતમાં ક્યારે શરુ થયો વાળનો વેપાર? ભારતમાં વાળનો વ્યાપાર આઝાદી પહેલાથી ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. ભારતીય મહિલાઓના વાળ પહેલા પણ પસંદ કરવામાં આવતા હતા અને આજે પણ ભારતીય મહિલાઓના લાંબા વાળ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેની કિંમત પણ માર્કેટમાં ખૂબ જ ઊંચી મળે છે. ભારતથી ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મા મોકલવામાં આવે છે. ભારતમાં વાળના વ્યવસાયનો મોટો ભાગ મંદિરોમાંથી મેળવવામાં આવે છે.

માર્કેટમાં વાળનો ભાવ શું છે? DWના રિપોર્ટ અનુસાર વાળની ​​કિંમત વાળના કદ અને ગુણવત્તા પર નિર્ભર કરે છે. બિન-કેમિકલ વાળની ​​કિંમત વધારે છે. વાળ સરેરાશ 7-8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. લાંબા વાળ 25 હજાર રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે વેચાય છે. લાંબા વાળની ​​વિગ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દુનિયામાં વાળનો કુલ 22 હજાર 500 કરોડનો બિઝનેસ છે અને દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Bhakti: લાભ પાંચમે અચૂક કરો આ કામ, પૂર્ણ થશે સઘળા અભિલાષ !

આ પણ વાંચોઃ JAMNAGAR : કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ APMC પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો

g clip-path="url(#clip0_868_265)">