Budget 2022 : બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ

|

Jan 25, 2022 | 6:38 PM

આગામી બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ, જે વર્ષ 2014-19માં 2 થી 3 ટકા રહી છે.

Budget 2022 : બજેટમાં જીડીપીના 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ
Siddharth Gupta Ceo Mercer Mettl

Follow us on

બજેટ 2022-23 જાહેર થવાનું છે, ત્યારે મોટાભાગના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય હિતધારકો અપેક્ષા રાખી રહ્યા છે કે બજેટ 2022માં (Budget 2022) શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેનાથી માત્ર કોવિડ સંબંધિત પડકારોને પહોંચી વળવામાં મદદ જ નહીં મળે, પણ નવી શિક્ષણ નીતિ 2020 ને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળશે. આગામી બજેટમાં જીડીપીના  (GDP) 6 ટકાની ફાળવણી શિક્ષણ માટે હોવી જોઈએ, જે વર્ષ 2014-19માં 2 થી 3 ટકા રહી છે.

તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે કે, રાષ્ટ્રીય શિક્ષણ મિશન અને શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. જે ભારત જેવા વિશાળ કદના દેશ માટે મહત્વપૂર્ણ છે. નવા કોવિડ વેરિઅન્ટના કેસ અત્યાર સુધી વધી રહ્યા છે, આ દરમિયાન, આગામી બજેટ 21મી સદી માટે શિક્ષણ પર પુનર્વિચાર કરવાની તક પૂરી પાડશે, માત્ર અભ્યાસક્રમની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ડિલિવરી સિસ્ટમની દ્રષ્ટિએ પણ તેને એક નવું પરિમાણ આપશે.

અભ્યાસક્રમમાં સુધારો કરવો જરૂરી છે

અભ્યાસક્રમને સુસંગત અને રસપ્રદ બનાવવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ અભ્યાસનો આનંદ માણી શકે. નહી કે, જુના થઈ ગયેલા સિદ્ધાંતોને વારંવાર વાચતા રહો, જેનું આજના યુગમાં કોઈ મહત્વ નથી. તેથી, યુવાનોને ડિજિટલ અને સ્થિતિસ્થાપક કૌશલ્યો પ્રદાન કરીને, તેઓને રોજગારમાં સક્ષમ બનાવવા જોઈએ. તેમની સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપ-સ્કિલિંગને પણ મહત્વ આપવું જોઈએ. ત્યારે જ દેશના યુવાનો વધતી જતી ડિજિટલ અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકશે. આ માટે સરકાર, એડ-ટેક પ્લેયર્સ અને એડ-ટેક સેક્ટરે સાથે મળીને કામ કરવું પડશે. તેઓએ શિક્ષણના ડિજિટાઈઝેશન માટે નક્કર પાયો નાખવો પડશે અને આધુનિક પદ્ધતિ નક્કી કરવી પડશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ડિજિટલ અને ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું પડશે

સરકારે નક્કર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડિજિટલ અને ભૌતિક માળખાને પ્રોત્સાહન આપવું જોઈએ. એ જ રીતે શિક્ષણની ગુણવત્તાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે સાથે આજના યુગમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહિત કરવું પણ જરૂરી છે.ઓનલાઈન પરીક્ષાઓ માટે સત્તાવાર સૂચનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પણ જરૂરી છે કારણ કે આગામી સમયમાં ઓનલાઈન પરીક્ષાઓનું મહત્વ વધી શકે છે.

સરકારે એડ-ટેક પ્લેયર્સ સાથે મળીને માર્ગદર્શિકા જાહેર કરવી પડશે, નક્કર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું પડશે. અને શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે યોગ્ય પ્રક્રિયા તૈયાર કરવી પડશે. શિક્ષણ એ એક એવી સેવા છે, જે નિર્વિવાદિત અને અવિરતપણે ચાલુ રહેવી જોઈએ.

મહામારીના છેલ્લા બે વર્ષ દરમિયાન, અમને જાણવા મળ્યું કે અમારું એડ-ટેક સેક્ટર ખરેખર આ માટે સક્ષમ છે. સરકારે એડ-ટેક સાથેની ભાગીદારી દ્વારા આપણી શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવી જોઈએ. જેથી શિક્ષણને બધા માટે સુલભ બનાવી શકાય અને તેની ઉપલબ્ધતા અવિરત રીતે સુનિશ્ચિત કરી શકાય.

એઆઈ અને બીગ ડેટા જેવી આધુનિક ટેક્નોલોજી સાથે યુવાનોને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા આપીને રાષ્ટ્ર નિર્માણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકાય છે. પરંતુ આ માટે મજબૂત વહીવટની જરૂર છે જેથી વસ્તુઓ ઝડપી ગતિએ આગળ વધી શકે અને ભારત વિશ્વ કક્ષાના પ્લેટફોર્મ પર વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બને.

છેવટે ભારતીય અર્થતંત્રના ઔપચારિકરણ સાથે, અપસ્કિલિંગ, રિસ્કિલિંગ માટે માળખાકીય અભિગમ અપનાવવા તથા ઈન્ડિયા ઈન્કના નેતૃત્વ હેઠળ ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને સરકારે આમાં મહત્વની ભૂમિકા ભજવવાની છે.

આ પણ વાંચો :  Budget 2022: સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક ક્ષેત્રે પ્રોત્સાહન ચાલુ રાખે સરકાર, પાછલા વર્ષોમાં થઈ છે જબરદસ્ત વૃદ્ધિ

Published On - 6:01 pm, Tue, 25 January 22

Next Article