AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dividend Stocks : TATA ની કંપનીએ બમ્પર નફો કર્યો, 7 વર્ષ પછી શેરધારકોને ડિવિડન્ડ મળશે

ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર ચોથા ક્વાર્ટરમાં તેની કામગીરીમાંથી આવક વધીને રૂ. 1,05,932 કરોડ થઈ છે, જે જાન્યુઆરી-માર્ચ 2022માં રૂ. 78,439 કરોડ હતી. આ રીતે કંપનીની કમાણીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. સ્ટેન્ડઅલોન ધોરણે, કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન રૂ. 2,696 કરોડનો નફો નોંધાવ્યો હતો

Dividend Stocks : TATA ની કંપનીએ બમ્પર નફો કર્યો, 7 વર્ષ પછી શેરધારકોને ડિવિડન્ડ મળશે
| Updated on: May 13, 2023 | 10:04 PM
Share

ટાટા ગ્રૂપ(TATA Group)ની વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ(TATA Motors) વર્ષોના લાંબા અંતરાલ પછી તેના રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે. માર્ચ ક્વાર્ટરમાં બમ્પર પરિણામો બાદ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. અગાઉ, કંપનીએ લગભગ 7 વર્ષ પહેલા 2016માં તેના રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું હતું. આ ઉપરાંત ટાટા કેમિકલ્સે નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 2,317 કરોડનો નફો નોંધાવ્યો હતો જેણે ચાલુ મહિનામાં શેર દીઠ રૂ. 17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ટાટા કેમિકલ્સ કાચ, ડિટર્જન્ટ, ઔદ્યોગિક અને રાસાયણિક ક્ષેત્રોમાં અગ્રણી સપ્લાયર છે.

TATA Motors નો માર્ચ ક્વાર્ટરનો  નફો

કંપનીએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ 2023 દરમિયાન રૂ. 5,408 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. મુખ્યત્વે વધતી જતી સ્થાનિક માંગ, ભાવમાં ઘટાડો અને સપ્લાય ચેઇન સંબંધિત સમસ્યાઓના નિરાકરણે કંપનીને સુંદર નફો મેળવવામાં મદદ કરી છે. કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું કે આના બરાબર એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2021-22ના માર્ચ ક્વાર્ટરમાં તેને 1,033 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો : Adani-Hindenburg Case : અદાણી-હિંડનબર્ગ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો

આવક માં વધારો

ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર ચોથા ક્વાર્ટરમાં તેની કામગીરીમાંથી આવક વધીને રૂ. 1,05,932 કરોડ થઈ છે, જે જાન્યુઆરી-માર્ચ 2022માં રૂ. 78,439 કરોડ હતી. આ રીતે કંપનીની કમાણીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. સ્ટેન્ડઅલોન ધોરણે, કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન રૂ. 2,696 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉ રૂ. 413 કરોડ હતો.

આ પણ વાંચો : Mother’s Day 2023 : માતા તરફ પ્રેમ અને આદરની અભિવ્યક્તિના પર્વે આપો આરોગ્ય વીમાની વિશેષ ભેટ, યોજનાની પસંદગી પહેલા આ બાબતો ધ્યાને લો

આખા વર્ષની કમાણી આવી હતી

સમગ્ર નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો કંપનીએ ગયા નાણાકીય વર્ષ એટલે કે 2022-23 દરમિયાન રૂ. 2,414 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.  અગાઉના વર્ષમાં એટલે કે 2021-22 દરમિયાન, કંપનીને 11,441 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ દરમિયાન કંપનીની કમાણી નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 2,78,454 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,45,967 કરોડ થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">