India Q2 GDP(2022-23): બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ ધીમી પડી, GDP ગ્રોથ 6.3 રહ્યો

GDP: ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા હતો. આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પ્રકાશિત થયેલા એક લેખમાં આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દર 6.1થી 6.3 ટકા રહેવાનો અંદાજ હતો.

India Q2 GDP(2022-23): બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ ધીમી પડી, GDP ગ્રોથ 6.3 રહ્યો
Q2 GDP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 7:24 PM

ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2) માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ડેટા બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આ મુજબ બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 6.3 ટકાનો વધારો થયો છે. 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 8.4 ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં તેના અહેવાલમાં Q2 માં 6.1-6.3 ટકાની વચ્ચે વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. 2022-23ના અગાઉના એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1) માટે જીડીપીમાં 13.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ આંકડાઓમાં નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ અને ઉત્પાદન જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણના ડેટાનો પણ સમાવેશ થાય છે.

SBIએ તેના રિપોર્ટમાં જીડીપી 5.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો

ઘણા વિશ્લેષકોનું માનવું હતું કે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે મુખ્યત્વે ઘટતી બેઝ ઈફેક્ટને કારણે રેટિંગ એજન્સી ICRA અનુસાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 6.5 ટકા વધવાની ધારણા હતી, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના અહેવાલમાં વૃદ્ધિ દર 5.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા હતો. આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 6.1થી 6.3 ટકા રહેવાની ધારણા છે. બીજા ત્રિમાસિક ગાળા માટે વિવિધ જીડીપી વૃદ્ધિના અંદાજો આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નોંધાયેલા 13.5 ટકાના અડધા અથવા અડધા કરતાં ઓછા છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મુખ્ય ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ દર પણ ઘટ્યો હતો

જ્યાં સમગ્ર વિશ્વમાં મંદીનો ભય વધી રહ્યો છે. બ્રિટન જેવો વિકસિત દેશ મંદીની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં ભારતનો આ આર્થિક વિકાસ પ્રશંસનીય છે. જોકે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા હતો. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રગતિનો દર 8.4 ટકા હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">