કેન્દ્ર સરકારની યુવાનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની યોજનાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો આ વાયરલ મેસેજની હકીકત

આ ફેક મેસેજમાં એક લિંક પણ શેર કરવામાં આવી છે. તે લિંક પર ક્લિક કરવાનું પણ ટાળો. તમારી વ્યક્તિગત અથવા બેંક ખાતાની વિગતો બિલકુલ શેર કરશો નહીં.

કેન્દ્ર સરકારની યુવાનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની યોજનાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો આ વાયરલ મેસેજની હકીકત
PIBFactCheck
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 7:24 AM

ઘણા લોકોને મેસેજ મળી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર(Central government)ની યોજના હેઠળ તમામ યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. આ મેસેજ માટે જાણવું જરૂરી છે કે તે સંપૂર્ણપણે ખોટો છે. સરકાર એવી કોઈ યોજના નથી ચલાવી રહી જેમાં યુવાનોને દર મહિને પૈસા આપવામાં આવી રહ્યા છે. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વીટમાં કહ્યું કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB ફેક્ટ ચેક મુજબ આવી કોઈપણ વેબસાઈટ અથવા લિંક પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં. તેમણે એમ પણ કહ્યું કે આવા કોઈ મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો. વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા અન્ય વ્યક્તિને મેસેજ મોકલતા પહેલા એકવાર હકીકત તપાસવી જોઈએ.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આ ફેક મેસેજમાં એક લિંક પણ શેર કરવામાં આવી છે. તે લિંક પર ક્લિક કરવાનું પણ ટાળો. તમારી વ્યક્તિગત અથવા બેંક ખાતાની વિગતો બિલકુલ શેર કરશો નહીં. આ તમને છેતરવાનો એક માર્ગ હોઈ શકે છે. ગુનેગારો થોડીવારમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

કોરોના રોગચાળા દરમિયાન મોટાભાગના લોકો તેમના બેંક સંબંધિત કામ ઘરેથી ઓનલાઈન કરે છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જેના કારણે બેંક ફ્રોડના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. છેતરપિંડીથી બચવા માટે સરકાર સમયાંતરે લોકોને ચેતવણી પણ આપતી રહે છે.

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેકની ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવા દાવાઓની તપાસ કરે છે. જો તમને પણ કોઈ સમાચાર અથવા ફોટા પર શંકા હોય તો તમે +91 8799711259 પર WhatsApp અથવા socialmedia@pib.gov.in પર ઈ-મેલ કરી શકો છો. આ ઉપરાંત, તમે Twitter પર @PIBFactCheck અથવા /PIBFactCheck Instagram અથવા /PIBFactCheck ફેસબુક પર પણ સંપર્કમાં રહી શકો છો.

તેણે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું કે આવો મેસેજ સર્ક્યુલેશનમાં છે કે તમારું SBIનું ઓફિશિયલ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે આ મેસેજ ફેક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">