AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2021: સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ 5 બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ

Gold Investment: લોકો વિવિધ કારણોસર સોનું ખરીદે છે. કેટલાક વ્યક્તિગત ઉપયોગ માટે કિંમતી ધાતુ ખરીદે છે અને કેટલાક તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા રોકાણ તરીકે. લોકો સોનામાં રોકાણ કરે છે કારણ કે પીળી ધાતુ ધીમી, મધ્યમ દરે વૃદ્ધિ કરે છે અને કટોકટી દરમિયાન સરળતાથી મદદમાં આવી શકે છે.

Dhanteras 2021: સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ 5 બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ
Gold Hallmarking
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:24 PM
Share

દિવાળીનો મહાપર્વ શરૂ થઇ ગયો છે. ધનતેરસ એ દિવાળી પહેલાનો શુભ દિવસ છે જ્યારે સોનામાં રોકાણ અત્યંત લોકપ્રિય છે. ખરીદી કરતી વખતે સાવચેત રહેવું અને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને નાણાકીય અનિશ્ચિતતાઓ દરમિયાન ઘણા ભારતીયો માટે સોનું હંમેશાથી રોકાણનો અનુકૂળ વિકલ્પ રહ્યો છે. કોવિડ-19ના કારણે વૈશ્વિક બજારો અસ્થિરતા છવાઈ હતી છતાં સોનું રેકોર્ડ સ્તરે ઉછળ્યું હતું.

કિંમતી ધાતુ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચવા સાથે સોનામાં તમારું એક્સપોઝર તમારી જરૂરિયાત પર આધારિત હોવું જોઈએ અને આવેગજનક નિર્ણય ન હોવો જોઈએ. તમારા નિર્ણયમાં તમને મદદ કરવા માટે અહીં કેટલાક નિર્દેશો છે.

લોકો શા માટે સોનું ખરીદે છે? લોકો વિવિધ કારણોસર સોનું ખરીદે છે. કેટલાક વ્યક્તિગત ઉપયોગ માટે કિંમતી ધાતુ ખરીદે છે અને કેટલાક તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા રોકાણ તરીકે. લોકો સોનામાં રોકાણ કરે છે કારણ કે પીળી ધાતુ ધીમી, મધ્યમ દરે વૃદ્ધિ કરે છે અને કટોકટી દરમિયાન સરળતાથી મદદમાં આવી શકે છે.

આ સિઝનમાં સોનું ખરીદતા પહેલા તમારે 5 બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે

  • હોલમાર્કવાળી જ્વેલરી ખરીદો ખરીદવા માટે જ્વેલરીનું સૌથી સુરક્ષિત સ્વરૂપ હોલમાર્કેડ જ્વેલરી છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું હોલમાર્ક સોનાની શુદ્ધતા સુનિશ્ચિત કરે છે. આપણે બધા જાણીએ છીએ કે સોનું શુદ્ધતાના વિવિધ સ્વરૂપોમાં આવી શકે છે જેમ કે 18 કેરેટ અને લોઅર, 22 કેરેટ અને 24 કેરેટ હોય છે. હોલમાર્કવાળી જ્વેલરી ખરીદવી તે વધુ સારું છે જેથી તમે શુદ્ધતાની ખાતરી કરી શકો.
  • મેકિંગ ચાર્જીસ પર ભાવતાલ કરો જો તમે સોનાના આભૂષણો ખરીડો છો તો મેકિંગ ચાર્જ જાણવો ખૂબ જ જરૂરી છે. યાદ રાખો કે આ શુલ્ક તમારી જ્વેલરીની કિંમતના 30 ટકા સુધી હોઈ શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે અહીં ઘટાડો કરવાની વિનંતી કરો.
  • સોનાની કિંમત જાણો  સોનાના ભાવ ઘટશે કે કેમ તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. તેથી, જો તમે રાહ જોવાનું અને ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે ખાતરી ન કરી શકો કે કિંમતો ઘટશે. જો કે, તમે શું કરી શકો છો તે જોવા માટે થોડા જ્વેલર્સ સાથે પૂછપરછ કરો કે શું કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે તે જાણવા પ્રયાસ કરવો જોઈએ.
  • ઇન્વોઇસ માટે પૂછવાનું ભૂલશો નહીં ઘણી વસ્તુઓ માટે ઇન્વોઇસ જરૂરી છે. જો તમે એ જ સોનું થોડા વર્ષો પછી નફામાં વેચો છો, તો તમે મૂડી લાભ કરની ગણતરી કરવા માટે ખરીદ કિંમત જાણવા તે જરૂરી છે. આ ઉપરાંત જો નજીકના ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થાય તો ઈનવોઈસ પણ મદદરૂપ થાય છે. તમારા રેકોર્ડ માટે પણ ઇન્વોઇસ આવશ્યક છે.
  • વજન તપાસવું જોઈએ સોનાનું વજન તપાસવું પણ મહત્વપૂર્ણ છે જ્યારે ઝવેરી પાસે જાઓ છો ત્યારે ખાતરી કરો કે તમે ખરીદી કરેલ દાગીનાનું વજન શું છે અને તે બરાબર છે કે નહિ

આ પણ વાંચો :  UPI Transactions: દિવાળીની ખરીદીમાં વ્યસ્ત લોકોએ ઑક્ટોબરમાં UPI દ્વારા 7.7 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કર્યા

આ પણ વાંચો : 8 નવેમ્બરથી સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરી પૂરાવશે, કેન્દ્ર સરકારે તમામ વિભાગોને આદેશ આપ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">