AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Transactions: દિવાળીની ખરીદીમાં વ્યસ્ત લોકોએ ઑક્ટોબરમાં UPI દ્વારા 7.7 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કર્યા

PhonePe Pulse દ્વારા સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશમાં 19,000 થી વધુ પિન કોડ ધરાવતા 30 કરોડથી વધુ ભારતીયો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે.

UPI Transactions: દિવાળીની ખરીદીમાં વ્યસ્ત લોકોએ ઑક્ટોબરમાં UPI દ્વારા 7.7 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કર્યા
UPI Transactions (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:54 AM
Share

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તેના લેટેસ્ટ ડેટામાં જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા ભારતમાં રૂ 7.7 લાખ કરોડ (મૂલ્યઅનુસાર 100 બિલિયન ડોલરથી વધુ)ના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા. ફેસ્ટિવલ સીઝનમાં જ્યાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર રેકોર્ડ ખરીદી જોવા મળી રહી છે ત્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કુલ 4.2 બિલિયન UPI વ્યવહારો જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બરમાં શું હતી સ્થિતિ? સપ્ટેમ્બરમાં NPCIએ લગભગ 3.65 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન દ્વારા 6.54 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ પેમેન્ટ્સ રેકોર્ડ કર્યા હતા.

કોણ છે માર્કેટ લીડર્સ ? હાલમાં PhonePe, Google Pay અને Paytm દેશમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે લીડર પ્લેયર્સ છે. PhonePe એ સપ્ટેમ્બરમાં રૂ. 3.06 લાખ કરોડ અને Google Payએ રૂ. 2.5 લાખ કરોડના ડિજિટલ ટ્રાંઝેશન નોંધ્યા હતા. PhonePe પાસે હાલમાં 325 મિલિયનથી વધુ નોંધાયેલા યુઝર્સ છે. ભારતમાં 22 મિલિયનથી વધુ વેપારી આઉટલેટ્સ પર PhonePe સ્વીકારવામાં આવે છે.

30 કરોડથી વધુ ભારતીયો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે PhonePe Pulse દ્વારા સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશમાં 19,000 થી વધુ પિન કોડ ધરાવતા 30 કરોડથી વધુ ભારતીયો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. અભ્યાસ મુજબ PhonePeના દર પાંચ સક્રિય માસિક વપરાશકર્તાઓમાંથી ચાર ટીયર 2 અને 3 શહેરો છે અને દર 3 યુઝર્સમાંથી 2 ટીયર 3 શહેરોના છે.

ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરી શકો છો  UPI ચુકવણી શરૂ કરતા પહેલા તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે UPI સાથે નોંધણી કરાવેલ ફોન નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલો હોવો જોઈએ તો જ તમે *99# સેવાનો ઉપયોગ કરી શકો છો.

આ સરળ સ્ટેપ્સને અનુસરો 1. આ માટે પહેલા તમારા ફોન પર ડાયલર ખોલો અને *99#ટાઇપ કરો. આગળ ‘Call’ બટન પર ટેપ કરો. 2. હવે તમે ઘણા બધા વિકલ્પો સાથે મેનુ પોપ અપ જોશો જેમાં પૈસા મોકલવા માટેના એકનો સમાવેશ થાય છે. હવે તમે ‘1’ પર ટેપ કરો અને પછી મોકલો પર ટેપ કરો. ‘SEND MONEY ‘ વિકલ્પ પસંદ કરો. 3. હવે ચુકવણી પ્રાપ્ત કરનાર વ્યક્તિની તમારી પાસેની માહિતી પસંદ કરો – નંબર લખો અને પછી send પર ટેપ કરો. હવે તમે કોને પૈસા મોકલવા માંગો છો તે પસંદ કરો. 4. UPI એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને send પર ટેપ કરો. ખાતરી કરો કે તમે સાચો મોબાઇલ નંબર લખ્યો છે. 5. તમે જે રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો અને પછી મોકલો. 6. પોપ અપમાં ચુકવણી માટે કોમેન્ટ દાખલ કરો – તે સમજાવી શકે છે કે તમે શા માટે ચુકવણી કરી રહ્યા છો, ઉદાહરણ તરીકે – રાશન પેમેન્ટ. 7. તમારું પેમેન્ટ જેતે વ્યક્તિને મળી જશે

આ પણ વાંચો :  Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત

આ પણ વાંચો : 8 નવેમ્બરથી સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરી પૂરાવશે, કેન્દ્ર સરકારે તમામ વિભાગોને આદેશ આપ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">