મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન

આજે સવારથી જ ભાજપ કાર્યકર્તાઓએ નાના પટોલેના મુંબઈ સ્થિત લક્ષ્મી નિવાસની બહાર પ્રદર્શન શરૂ કર્યુ. આ કારણથી પોલીસે ઘણા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ શરૂ કરી અને તેમને ગાડીઓમાં બેસાડીને લઈ ગયા.

મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન
Devendra Fadnavis (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:09 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) સંસદમાં આપેલા ભાષણમાં મહારાષ્ટ્રનું કથિત અપમાન કરવાના મુદ્દા પર કોંગ્રેસ તરફથી રાજ્યભરમાં ભાજપ નેતાઓના ઘરની બહાર આંદોલન અને પ્રદર્શન (Congress agitation against BJP in Maharashtra) કરવામાં આવી રહ્યા છે. આ આંદોલનની શરૂઆત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કરી છે. આ કાર્યક્રમ હેઠળ પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના મુંબઈ સ્થિત સાગર બંગ્લાની બહાર પણ આજે પ્રદર્શનનો કાર્યક્રમ છે. આ કારણથી ફડણવીસના બંગ્લાની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સાગર બંગ્લા સુધી પહોંચવાના બંને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર આંદોલનનો કાર્યક્રમ છે.

બીજી તરફ આંદોલનના વિરોધમાં ભાજપે પણ આક્રમક ભૂમિકા અપનાવી છે. આજે સવારથી જ ભાજપ કાર્યકર્તાઓએ નાના પટોલેના મુંબઈ સ્થિત લક્ષ્મી નિવાસની બહાર પ્રદર્શન શરૂ કર્યુ. આ કારણથી પોલીસે ઘણા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ શરૂ કરી અને તેમને ગાડીઓમાં બેસાડીને લઈ ગયા. ભાજપ નેતા પ્રસાદ લાડે ગઈકાલે નાના પટોલેને ચેતવણી આપતા કહ્યું કે ‘તમે દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર આવીને તો જુઓ, પાછા કેવી રીતે જાવ છો તે અમે જોઈશું’

ભાજપ-કોંગ્રેસ બંનેમાં ટક્કર

તેની વચ્ચે પ્રસાદ લાડ અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર દેવેન્દ્ર ફડણવીસના બંગ્લા પર પહોંચી કોંગ્રેસના એવા કોઈ પણ આંદોલનને પહોંચી વળવા મોરચો સંભાળી રહ્યા છે. બીજી તરફ મુંબઈ ભાજપ અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢા નાના પટોલેના માલાબાર હિલ સ્થિત લક્ષ્મી નિવાસ બંગ્લાની બહાર ભાજપ કાર્યકર્તાઓનું નેતૃત્વ કરી રહ્યા છે.

નિતિન ગડકરી અને ભાગવત કરાડના ઘરની બહાર પણ કોંગ્રેસે ઉઠાવ્યો અવાજ

પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરી દેશના પ્રમુખ લોકો પર નજર રાખવાના મુદ્દાને લઈ થોડા દિવસ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના દાદર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર મોર્ચો કાઢ્યો હતો. બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ભાગવત કરાડના ઘરની બહાર પણ કોંગ્રેસે આંદોલન કર્યુ હતું. ત્યારે પણ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત

આ પણ વાંચો:  Pulwama attack: NIA તપાસમાં પાકિસ્તાનના ષડયંત્રથી લઈને સનસનાટીભર્યા ખુલાસા, જાણો પુલવામા હુમલા સાથે જોડાયેલી 10 જાણી-અજાણી વાતો

g clip-path="url(#clip0_868_265)">