Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1500 અંક પટકાયો તો Nifty 17000 નીચે સરક્યો

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો.

Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1500 અંક પટકાયો તો Nifty 17000 નીચે સરક્યો
શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:52 AM

Share Market  : ભારતીય શેરબજાર(Stock Market)માં પ્રારંભિક કારોબાર(Opening Bell)માં કડાકો દેખાઈ રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારે કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે કરી હતી. બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. SENSEX શુક્રવારે 773 પોઈન્ટ ઘટીને 58,152 ઉપર બંધ થયો હતો જે આજે મોટા ઘટાડા સાથે  56,720.32 ઉપર ખુલ્યો હતો. NIFTY ની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. આજે નિફટી 17,076.15 ની સપાટીએ ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (11.50 AM )

SENSEX 56,971.98 −1,180.94 
NIFTY 17,018.50 −356.25 

શેર્સમાં કારોબારની સ્થિતિ

શેરબજાર શરૂઆતી કારોબારમાં 2 ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં 463 શેરોમાં ખરીદારી તો  1989માં વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ  100 શેરમાં કોઈ બદલાવ નજરે પડ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

SENSEX

Open 56,720.32
Prev close 58,152.92
High 57,140.46
Low 56,612.07

NIFTY

Open 17,076.15
Prev close 17,374.75
High 17,099.50
Low 16,916.55

વૈશ્વિક સંકેત નબળા

ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવારે યુએસ માર્કેટમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે યુએસ બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે. ડાઉ જોન્સની વાત કરીએ તો આ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 503 પોઈન્ટના ઘટાડા સાથે 34738 પર લાલ નિશાન સાથે બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં લગભગ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ લાલ નિશાન સાથે 13791 ના સ્તરે બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો યુએસ બજારોની અસર SGX નિફ્ટી પર છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. SGX નિફ્ટી 137 પોઈન્ટ ડાઉન છે અને ઈન્ડેક્સ 17,217.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે કારોબારમાં આ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખજો

  • રશિયા-યુક્રેન યુદ્ધનો ડર
  • SGX નિફ્ટીમાં ભારે દબાણ
  • દેશના સૌથી મોટાLIC IPO ની DRHP ફાઇલ
  • ABG શિપયાએ 28 બેંકોને 22842 કરોડનો ચૂનો ચોપડ્યો

આ સપ્તાહની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવની અમેરિકાના બજાર ઉપર અસર
  • યુએસ ઔદ્યોગિક ઉત્પાદન, PPI અને છૂટક વેચાણના આંકડા
  • ભારત, ચીન, યુનાઇટેડ કિંગડમનો CPI ડેટા

FII અને DII ડેટા

11 ફેબ્રુઆરીના ટ્રેડિંગ દિવસ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 108.53 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 696.90 કરોડ ઉપાડ્યા હતા.

શુક્રવારે ભારતીય  બજારમાં ઘટાડો નોંધાયો

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. અહીં મોંઘવારીનો દર 7.5% પર પહોંચી ગયો છે. 1 ફેબ્રુઆરી 1982 ના રોજ તે 7.6% પર હતો. યુએસ ફેડરલ રિઝર્વ માર્ચથી વ્યાજ દરમાં વધારો કરશે. ત્રીજું યુએસ પ્રમુખ જો બિડેને તેમના નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા માટે આહ્વાન કર્યું છે. એવી આશંકા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે.

આ પણ વાંચો : High Return Stock : આ સ્ટોકે રોકાણકારોના રૂપિયા 1 લાખને બનાવ્યા 82 લાખ, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : Sensex ની Top 10 કંપનીઓમાંથી 9ના માર્કેટ કેપમાં રૂપિયા 1.03 લાખ કરોડનો ઘટાડો થયો, TCS સૌથી વધુ ગગડ્યું

g clip-path="url(#clip0_868_265)">