Porbandar: અરબી સમુદ્રમાંથી ઝડપાયેલુ 800 કિલો ડ્રગ્સ પાકિસ્તાની માફિયાએ મોકલ્યાનો ખુલાસો
પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ 800 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતુ. જેની કિંમત અંદાજે 2000 કરોડની આસપાસની છે.
પોરબંદર(Porbandar) નજીક અરબી સમુદ્રમાંથી 2 હજાર કરોડનું ડ્રગ્સ(Drugs) પાકિસ્તાની માફિયાએ મોકલ્યાનો ખુલાસો થયો છે. ઈન્ડિયન નેવી (Indian Navy) અને NCBએ બે દિવસ પહેલા 2000 કરોડ રૂપિયાની કિંમતનું 763 કિલો ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સમાં 529 કિલો હશીશ ભારતમાં તેમજ 13 કિલો હેરોઈન અને 234 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકામાં ઉતારવાનું હતું તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે.
પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં દુબઈ સ્થિત પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાએ અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત અને ઈરાનમાં રિફાઈન્ડ કરાયેલા ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હોવાની માહિતી મળી છે. આ કેસમાં વેસલમાંથી 7થી 8 વ્યક્તિ પકડાયા છે તેમાં બે ઈરાની અને અન્ય પાકિસ્તાની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેને લઈ પોરબંદરમાં વધુ તપાસ ચાલી રહી છે.. સૂત્રો મુજબ ડ્રગ્સ મોકલનાર મુખ્ય સૂત્રધાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા મૂળ પેશાવરનો છે. આ વ્યક્તિ દુબઈ છે અને ત્યાંથી જ ડ્રગ્સની ડીલ કરી હતી.
પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ બે દિવસ પહેલા સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતુ. જેમાં સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપવામાં આવ્યું. જેની કિંમત 2000 કરોડની આસપાસ થાય છે. આ ઓપરેશન એનસીબી(NCB) અને ઇંડિયન નેવીએ સંયુક્ત રીતે પાર પાડ્યું હતુ.
પોરબંદરનો દરિયા કિનારો સંવેદનશીલ ગણાય છે. અહીથી અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે ત્યારે ફરીથી પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ પકડાયું છે. નેવી અને NCBએ દરિયાની અંદર સંયુક્ત ઓપરેશન પાર પાડીને લગભગ 2000 કરોડનું 800 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. 800 કિલો ડ્રગ્સમાં 529 કિલો ગાંજો અને 234 કિલો મેથાફેટામાઈન અને અન્ય ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દાણચોરીના ઈનપૂટ NCBને મળ્યાં હતા અને ત્યાર બાદ નેવીને સાથે રાખીને જોઈન્ટ ઓપરેશન કરવાામાં આવ્યું હતું.
આ ઓપરેશનથી ફરી એક વખત પાડોશી દેશનું ભારતના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.આ કોઈ પહેલી વખત નથી કે દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય..આ પહેલા પણ નાપાક દેશની હરકતોને ભારતીય સુરક્ષા એજન્સીએ નાકામ કરી ચૂક્યું છે.આ પહેલા પણ પોરબંદર નજીકના દરિયામાંથી 1500 કિલો જેટલું 4400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું..
ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે પણ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ એટીએસની ટીમે પોરબંદરમાં તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો-
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત
આ પણ વાંચો-