DA Hike : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો, મોદી કેબિનેટની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત
કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા ડીએનો લાભ મળશે. આ માટે 2 મહિના (જુલાઈ અને ઓગસ્ટ)નું ડીએ એરિયર પણ આપવામાં આવશે. અગાઉ માર્ચ 2022માં સરકારે DAમાં વધારાને મંજૂરી આપી હતી.

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. મોદી કેબિનેટે જુલાઈ 2022 માટે મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનો DA વધીને 38 ટકા થઈ ગયો છે. મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ 2022થી લાગુ થશે. એટલે કે જુલાઈથી જ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા DAનો લાભ મળશે. આ માટે 2 મહિના (જુલાઈ અને ઓગસ્ટ)નું ડીએ એરિયર પણ આપવામાં આવશે. અગાઉ, સરકારે માર્ચ 2022 માં DAમાં વધારાને મંજૂરી આપી હતી, જે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે.
પેન્શન ધારકોને પણ મોંઘવારી રાહતનો લાભ મળશે
કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત પેન્શન ધારકોને પણ મોંઘવારી રાહતનો લાભ મળશે. કેન્દ્રીય પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જેટલો જ લાભ મળે છે. તેમના માટે મોંઘવારી રાહતમાં પણ 4 ટકાનો વધારો થયો છે. હવે પેન્શનધારકોને પણ 38 ટકાના દરે પેન્શન મળશે. જો કોઈનું પેન્શન 20,000 રૂપિયા છે, તો 4 ટકાના દરે, તેનું પેન્શન એક મહિનામાં 800 રૂપિયા વધી જશે.
DAમાં વધારાને કારણે પગારમાં શું વધારો થશે?
ન્યુતમ બેસિક પગાર વાળા માટે 720 રૂપિયા મહિને વધારાયો થયો
1. ન્યુનતમ બેસિક પગાર 18000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થુ (38%) ———– 6840 રૂપિયા / મહિના
3. જુનું મોંઘવારી ભથ્થુ (34 %)————6120 રૂપિયા/ મહિના
4. કેટલું વધ્યુ મોંઘવારી ભથ્થુ—————-6840-6120= 720 રૂપિયા/ મહિના
મહતમ બેસિક સેલેરી વાળા લોકોને 2276 રૂપિયા / મહિને વધારો થયો
1. મહતમ બેસિક પગાર 56900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થુ (38%) ———– 21622 રૂપિયા / મહિના
3. જુનું મોંઘવારી ભથ્થુ (34%)———–19346 રૂપિયા/ મહિના
4 કેટલું વધ્યુ મોંઘવારી ભથ્થુ—————21622-19346 = 2276 રૂપિયા/ મહિના
Delhi | Union cabinet has also decided to increase Dearness Allowance (DA) by 4 per cent for central government employees and pensioners: Union minister Anurag Thakur pic.twitter.com/a3fY12AEgC
— ANI (@ANI) September 28, 2022
DA કેમ ફ્રીઝ કરવામાં આવ્યું હતું?
કોરોનાકાળ દરમ્યાન મોદી સરકારે લગભગ 29 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી અને તે દરમિયાન ભંડોળના અભાવને કારણે કર્મચારીઓનું DA ફ્રીઝ થઈ ગયું હતું. 18 મહિનાથી સરકારી કર્મચારીઓને DA ચૂકવવામાં આવ્યું ન હતું. જો કે, આ પછી દર છ મહિને DA વધવા લાગ્યું અને ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કરવામાં આવ્યું હતું અનુમાન છે કે આ વખતે ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે ત્યારબાદ અસરકારક ડીએ વધીને 38 ટકા થયું.