AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઈન ઓર્ડરમાં મંગાવેલી વસ્તુની બદલે આવ્યું બીજું કંઈક તો શું કરશો ? આ સ્ટેપ્સ કરો ફોલો થઈ જશે તમારૂ કામ

અત્યાર સુધી આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગ્રાહકે કંઈક ઓર્ડર કર્યો હોય અને ઓર્ડર (Online Shopping) મળ્યા બાદ સાબુ કે બીજી કોઈ વસ્તુ નીકળી હોય. આ સ્થિતિમાં જો તમારી સાથે આવું કંઈ થાય તો તમે શું કરશો? ચિંતા ન કરો તેનો ઉપાય અમે તમને જણાવીશું.

ઓનલાઈન ઓર્ડરમાં મંગાવેલી વસ્તુની બદલે આવ્યું બીજું કંઈક તો શું કરશો ? આ સ્ટેપ્સ કરો ફોલો થઈ જશે તમારૂ કામ
Symbolic ImageImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 2:33 PM
Share

મોટાભાગના લોકો હવે ઑફલાઇનને બદલે ઇ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી (Online Order) કરવાનું પસંદ કરે છે, તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે ઓફરો ચાલી રહી છે અને સેલમાં ગ્રાહકોને મજબૂત ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વધુને વધુ લોકો ખરીદી પણ કરી રહ્યા છે. અત્યાર સુધી આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગ્રાહકે કંઈક ઓર્ડર કર્યો હોય અને ઓર્ડર (Online Shopping) મળ્યા બાદ સાબુ કે બીજી કોઈ વસ્તુ નીકળે હોય.

હાલમાં જ બનેલા એક કિસ્સામાં IIM અમદાવાદના એક વિદ્યાર્થીનો છે, જેણે ફ્લિપકાર્ટ પરથી 50,000 રૂપિયાનું લેપટોપ (Laptop) મંગાવ્યું હતું, પરંતુ કંપનીએ તેને ઘડીનો સાબુ મોકલ્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, વિદ્યાર્થીનું નામ યશસ્વી શર્મા છે અને તેણે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બિગ બિલિયન ડેઝ સેલમાંથી તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – મેં મારા પિતા માટે લેપટોપ ઓર્ડર કર્યો હતો, પરંતુ ફ્લિપકાર્ટે ઘડીનો સાબુ મોકલ્યો. જ્યારે મેં કસ્ટમર કેરને ફરિયાદ કરી તો તેમની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

બીજો એક કિસ્સો છે જેમાં એક શખ્સે ઓનલાઈન ડ્રોન કેમેરો ઓર્ડર કર્યો હતો પણ ઘરે જેવો આ ઓર્ડરનો બોક્સ આવે છે, તેમાંથી જે નીકળે છે તેને જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. તેમાં ડ્રોન કેમેરાના બદલે બટાકા હતા. તે શખ્સ તે બોક્સ તે ડિલીવરી બોય પાસે જ ખોલાવે છે. તેમાંથી 10 જેટલા બટાકા નીકળે છે. ત્યાં હાજર લોકો પણ આ જોઈને દંગ રહી જાય છે. આ ઘટના બિહારના નાલંદાની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ સ્થિતિમાં જો તમારી સાથે આવું કંઈ થાય તો તમે શું કરશો? ચિંતા ન કરો તેનો ઉપાય અમે તમને જણાવીશું.

ડિલવરી લેતા સમયે આ બાબતો ધ્યાનમાં રાખો

  • વસ્તુના અનબોકસીંગનો વીડિયો ઉતારવો
  • બને તો ડિલવરી બોય સામે જ બોક્સ ખોલવું
  • પ્રોડ્ક્ટ લેતા સમયે બોક્સ ચેક કરવું ક્યાંયથી તૂટેલું કે ડેમેજ તો નથી તે જોવું
  • તૂટેલું બોક્સ હોય તો ઓર્ડર એક્સેપ્ટ ન કરવો
  • OTP આપતા પહેલા વસ્તુ બરાબર ચેક કરવી
  • ઓનલાઈન ઓર્ડર આપતા પહેલા વસ્તુ વિશે બરાબર વાંચી લેવું (જેમ કે રિર્ટન પોલિસી વગેરે)

તમારી સાથે આવું થાય તો શું કરવું?

  • સૌ પ્રથમ તો જે તે કંપનીના ઓફિશયલ મેઈલ આઈડી પર ઈમેઈલ કરો
  • કોલ સેન્ટરમાં કમ્પલેઈન રેફરન્સ આઈડી લો
  • પહેલા ઈમેઈલના રેફરન્સમાં સ્થિતી જાણવા મેઈલ કરવો
  • 7 દિવસ સુધી રાહ જુઓ, તેમજ રિમાઈન્ડર આપો
  • 1800 11 4000, 1800 11 1404, 1915 પર કોલ કરી શકો છો
  • https://edaakhil.nic.in/ પર કંપ્લેઈન કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">