TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ, જાણો શું હતો વિવાદ
નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ NCLATએ બુધવારે સાયરસ મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. જે બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવશે. તેમને પદ પરથી દૂર કરવાનો નિર્ણય ખોટો ગણાવ્યો છે. NCLT કેસમાં હાર્યા પછી મિસ્ત્રી NCLAT પહોંચ્યા હતા. NCLATએ એન ચંદ્રશેખરનની ટાટા સન્સના ચેરમેન પદ પર નિયુક્તીને પણ ખોટો નિર્ણય ગણાવ્યો. આ નિર્ણયથી સાયરસ […]
નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ NCLATએ બુધવારે સાયરસ મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. જે બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવશે. તેમને પદ પરથી દૂર કરવાનો નિર્ણય ખોટો ગણાવ્યો છે. NCLT કેસમાં હાર્યા પછી મિસ્ત્રી NCLAT પહોંચ્યા હતા. NCLATએ એન ચંદ્રશેખરનની ટાટા સન્સના ચેરમેન પદ પર નિયુક્તીને પણ ખોટો નિર્ણય ગણાવ્યો. આ નિર્ણયથી સાયરસ મિસ્ત્રીને મોટી જીત મળી છે.
આ પણ વાંચોઃ UNSCમાં કાશ્મીર પર ચર્ચાને લઈને ભારતની જીત, ચીન-પાકિસ્તાનને ફટકાર
વર્ષ 2016માં સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદ પરથી દૂર કર્યા હતા. રતન ટાટા અને સાયરસ મિસ્ત્રીના ગ્રૂપમાં વિવાદ સર્જાયો હતો. જેના કારણે સાયરસ પર ટાટા સન્સના બોર્ડ સાથે ગેરવર્તનનો આક્ષેપ લાગ્યો હતો. જો કે NCLT કેસમાં હાર મળ્યા બાદ ટાટા સમૂહ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો રસ્તો છે.
NCLTએ એન.ચંદ્રશેખરનને કાર્યકારી ચેરમેન બનાવવાના નિર્ણયને પણ ખોટો ગણાવ્યો છે. અને ફરી સાયરસ મિસ્ત્રીને આ પદ પર નિયુક્ત કરવાનો આદેશ કર્યો છે. સાયરસ મિસ્ત્રી ત્રણ વર્ષ પછી ફરી ટાટા સન્સના ચેરમેન બનશે.
શું હતો વિવાદ
રતન ટાટા કેમ્પ અને કંપની બોર્ડ ગેરવર્તનનો આરોપ લગાવી સાયરસ મિસ્ત્રીને પદ પરથી દૂર કર્યા હતા. ટાટા સન્સના બોર્ડે 24 ઓક્ટોબર, 2016ના દિવસે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદ પરથી દૂર કર્યા હતા. જે બાદ સાયરસ મિસ્ત્રીને અન્ય કંપનીઓના ગ્રૂપમાંથી પણ બહાર કરવાનું પણ કહ્યું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીએ ગ્રૂપની 6 કંપનીઓના બોર્ડ પરથી પણ પોતાનું રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમણે ટાટા સન્સ અને રતન ટાટાને NCLT સુધી લઈ ગયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શાપૂરજી પલોનજી ગ્રૂપની બે કંપની સાયરસ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સના નિર્દેશકો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં ટાટા સન્સ પર અનિયમિતતા ઉભી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેમાં સાથે આક્ષેપ કર્યો કે, ટાટા સન્સના નિર્દેશકોએ આર્ટિકલ ઓફ એસેસિએશન અને પ્રબંધન, નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું.
અરજીમાં આક્ષેપ કર્યો કે, મિસ્ત્રીને ચેરમેન પદ પરથી દૂર કરવાનું કામ, ગ્રૂપના કેટલાક પ્રમોટર્સે કર્યું છે. સાયરસનું રાજીનામું પણ ઉત્પીડનથી અપાયું છે. સાથે ખુલાસે કર્યો કે, ગ્રૂપ અને રતન ટાટાના અવ્યવસ્થિત પ્રબંધનના કારણે ગ્રૂપને આવકનું ઘણું નુકસાન થયું હતું. જો કે, ટાટા ગ્રૂપે આ તમામ આક્ષેપને ખોટા ગણાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો