14 વર્ષમાં પ્રથમ વખત ક્રૂડ 130 ડોલરે પહોંચ્યું, સોનું 2000 ડોલરને પાર

14 વર્ષમાં પ્રથમ વખત ક્રૂડ 130 ડોલરે પહોંચ્યું, સોનું 2000 ડોલરને પાર
Crude oil reached 130 dollar.

ઈરાનથી સંભવિત તેલ સપ્લાઈ પર ફરીથી ગ્રહણ લાગ્યું છે. આ સિવાય અમેરિકા, યુરોપ અને સહયોગી દેશો રશિયા પાસેથી તેલ ખરીદવા પર પણ પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યા છે. જેના કારણે કાચા તેલમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 07, 2022 | 9:54 AM

ક્રૂડ ઓઈલની કિંમત (Crude Oil Price) આસમાનને આંબી રહી છે. આજે, કાચા તેલની કિંમત  130 પર પહોંચી ગઈ છે, જે 14 વર્ષમાં સૌથી વધુ છે. કાચા તેલમાં આ વધારા પાછળ બે મુખ્ય કારણો છે. ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં વિલંબ થવાની ભીતિ બજારમાં વધી ગઈ છે. બીજી તરફ અમેરિકા, યુરોપ અને સાથી દેશોએ રશિયા  (Russia Ukraine crisis)  પાસેથી તેલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે.

જેના કારણે માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો થયો છે. આ જ કારણ છે કે ક્રૂડ ઓઇલ 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત પર પ્રતિબંધો લાદવા અંગે અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

તેલ અને ગેસની આયાત વિશે પૂછવામાં આવતા, બ્લિંકને રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને એક દિવસ અગાઉ આ વિષય પર તેમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજી હતી. બાઈડેન અને પશ્ચિમે હજુ સુધી રશિયાના ઉર્જા ઉદ્યોગ પર પ્રતિબંધો લાદ્યા નથી જેથી તેની અર્થવ્યવસ્થાને અસર ન થાય. બ્લિંકને જણાવ્યું હતું કે, “અમે અમારા યુરોપિયન ભાગીદારો અને સહયોગીઓ સાથે રશિયામાંથી તેલની આયાત પર પ્રતિબંધો લાદવાની શક્યતા અંગે ચર્ચા કરી રહ્યા છીએ, સાથે જ વિશ્વભરના બજારોમાં તેલનો પૂરતો પુરવઠો છે તેની ખાતરી પણ કરીએ છીએ.”

ઈરાન સાથે વાતચીતનો કોઈ ઉકેલ મળ્યો નથી

ઈરાને 2015માં પરમાણુ કરારને લઈને સમજૂતી કરી હતી. આમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ સભ્યો ઉપરાંત જર્મનીનો પણ સમાવેશ થાય છે. 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તાજેતરની મંત્રણામાં રશિયાએ એક નવી માંગ મૂકી છે. તે કહે છે કે યુક્રેન કટોકટીથી તેહરાન સાથેના તેના વ્યવસાયિક સંબંધોને કોઈપણ રીતે અસર થવી જોઈએ નહીં. આના કારણે મંત્રણા પૂર્ણ થઈ શકી નથી અને ઈરાનથી સપ્લાય કરવામાં આવતા તેલ પર ફરી ગ્રહણ લાગી ગયું છે.

સોનું 2000 ડોલરને પાર

આ અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોનું 2000 ડોલરથી વધુ જ્યારે ચાંદી 26 ડોલરને પાર પહોંચી ગયુ છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો સોના અને ચાંદીમાં વધુ ઉછાળો જોવા મળશે.

આ પણ વાંચો :  આવી રહી છે TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર, 9 માર્ચથી 23 માર્ચ સુધી, જાણો પુરી ડીટેલ્સ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati