વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત છઠ્ઠા મહિને કરવામાં આવી રહ્યો છે ઉપાડ, માર્ચના માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઉપાડ્યા 17537 કરોડ

બ્રોકરેજ ભારતીય બજારને ઓવરવેલ્યુડ હોવાનું જણાવી રહ્યા છે. આ સિવાય યુક્રેન કટોકટી અને વ્યાજ દરમાં વધારાને કારણે કંપનીઓની કમાણીને પણ અસર થશે. રૂપિયા પર વધુ દબાણ રહેશે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત છઠ્ઠા મહિને કરવામાં આવી રહ્યો છે ઉપાડ, માર્ચના માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઉપાડ્યા 17537 કરોડ
FPI are making continuous withdrawals since October.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:42 PM

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (Foreign Portfolio Investors) માર્ચના માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેરબજારોમાંથી 17,537 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. યુક્રેન કટોકટીના કારણે સર્જાયેલી અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસરએ FPI ના આ ઉપાડને વેગ આપવાનું કામ કર્યું છે. થાપણદારો પાસેથી મળેલી માહિતી અનુસાર, FPI એ આ મહિનાના માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં ઇક્વિટીમાંથી 14,721 કરોડ રૂપિયા, ડેટ સેગમેન્ટમાંથી 2,808 કરોડ રૂપિયા અને હાઇબ્રિડ સાધનોમાંથી 9 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ રીતે 2-4 માર્ચ દરમિયાન વિદેશી રોકાણકારો (Foreign Investors) દ્વારા ભારતીય બજારોમાંથી કુલ 17,537 કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, “યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે ટ્રેડિંગ સેન્ટિમેન્ટ પર અસર પડી છે.” આ ઉપરાંત, ડોલર સામે રૂપિયાની અવમૂલ્યન સ્થિતિને ધ્યાનમાં રાખીને, FPI પણ ડેટ સેગમેન્ટમાં વેચાણ કરનાર બન્યા છે.

શેરબજારને ઓવરવેલ્યુડ ગણતા રોકાણકારો

મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના રિસર્ચ મેનેજર અને એસોસિયેટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે આ સ્કેલ પર ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો એ ભારત જેવા ઉભરતા અર્થતંત્ર માટે વિદેશી હૂંડિયામણના પ્રવાહના દૃષ્ટિકોણથી સારું નથી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ઇક્વિટી બજારોના ઊંચા મૂલ્યાંકન અને કોર્પોરેટ કમાણી સાથે સંકળાયેલા કમાણીના જોખમો અને આર્થિક વૃદ્ધિની ધીમી ગતિએ વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારમાં મુક્તપણે રોકાણ કરતા અટકાવવાનું કામ કર્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારત સિવાયના બજારમાં ફ્રેબ્રુઆરીએ આવ્યુ FPI

કોટક સિક્યોરિટીઝ લિમિટેડના હેડ ઇક્વિટી રિસર્ચ (રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “ભારત સિવાય ઊભરતાં બજારોમાં FPIનો પ્રવાહ ફેબ્રુઆરી મહિનામાં સકારાત્મક હતો. ઇન્ડોનેશિયામાં 1,22 કરોડ ડોલર, ફિલિપાઇન્સમાં 14.1 કરોડ ડોલર, દક્ષિણ કોરિયામાં 41.8 કરોડ ડોલર અને થાઈલેન્ડમાં 193.1 કરોડ ડોલરનું એફપીઆઈ રોકાણ આવ્યું.

મોંઘવારી વધવાના સંકેતો

તેમણે કહ્યું કે આગામી સમયમાં યુક્રેન પર રશિયાના હુમલા અને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી મોંઘવારી વધવાથી અને ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી વ્યાજ દરમાં વધારો થવાથી, FPI પ્રવાહ અસ્થિર રહેવાની અપેક્ષા છે.

આ પણ વાંચો :  Russia-Ukraine War: રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો, વિઝા અને માસ્ટરકાર્ડે તમામ વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો

g clip-path="url(#clip0_868_265)">