જ્વેલર્સને ગોલ્ડ હોલમાર્કિંગને લઈને મળી શકે છે મોટી રાહત, ડેડલાઈન વધારવા માટે શનિવારે લેવાઈ શકે છે નિર્ણય

TV9 GUJARATI

|

Updated on: Aug 27, 2021 | 11:36 PM

15 જૂનના રોજ દેશભરમાં તબક્કાવાર રીતે જરૂરી BIS હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું હતું. બુલિયન વેપારીઓ આનો સતત વિરોધ કરી રહ્યા છે અને 23 ઓગસ્ટના રોજ પ્રતિકાત્મક હડતાલ પણ કરી હતી. શનિવારે પિયુષ ગોયલ સાથે જ્વેલર્સની મહત્વની બેઠક છે.

જ્વેલર્સને ગોલ્ડ હોલમાર્કિંગને લઈને મળી શકે છે મોટી રાહત, ડેડલાઈન વધારવા માટે શનિવારે લેવાઈ શકે છે નિર્ણય
Gold

Follow us on

કેન્દ્ર સરકાર BIS હોલમાર્કિંગ (BIS hallmarking) માટેની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) 28 ઓગસ્ટ એટલે કે શનિવારે બુલિયન સંગઠનો પાસેથી તેમની સમસ્યાઓ સાંભળશે. તેમની સાથે ચર્ચા કર્યા બાદ ગોલ્ડ જ્વેલરીની હોલમાર્કિંગ ફરજિયાત કરવાની તારીખ લંબાવી શકાય છે. દેશભરમાં 350થી વધુ બુલિયન સંસ્થાઓ હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા માટે તારીખ વધારવાની માંગ કરી રહી છે. 23 ઓગસ્ટે બુલિયન સંગઠનો પણ આ મુદ્દે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા.

દેશમાં ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ 15 જૂનથી ફરજિયાત કરવામાં આવ્યું હતું અને સરકારે જ્વેલર્સને 31 ઓગસ્ટ સુધી સ્ટોકમાં તમામ જૂની જ્વેલરીને હોલમાર્ક કરવા માટેનો સમય આપ્યો હતો. આ પછી હોલમાર્કિંંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUIDના વિરોધમાં જ્વેલર્સ ખુલીને સામે આવ્યા હતા અને ગત 23 ઓગસ્ટના રોજ હડતાલ પર પણ ઉતર્યા હતા.

હાલ 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગનો નિયમ લાગુ છે

ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આવતીકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વિવિધ બુલિયન સંગઠનોના પ્રતિનિધિઓ સાથે આ સિસ્ટમના અમલીકરણ સંબંધિત તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. તાજેતરમાં બુલિયન સંગઠનો દ્વારા એક દિવસીય હડતાલ બાદ બુલિયન સંગઠનોને મંત્રી વતી મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સંગઠનોનું કહેવું છે કે સરકારે યોગ્ય તૈયારી અને તાલીમ વગર 16 જૂન, 2021થી દેશના 28 રાજ્યોના 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. આ સિસ્ટમ સોનાની શુદ્ધતા માપવા અને ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેની ઘણી જોગવાઈઓથી જ્વેલર્સની સમસ્યા વધી છે.

હોલમાર્કિંગ સાથે જોડાયેલા તથ્યો પર એક નજર 

  • માત્ર AHC ધરાવતા 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • એકવાર નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થઈ જાય પછી તેને જ્વેલર્સ અને ગ્રાહકોના સ્તરે લાગુ કરવાની હતી.
  • રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી છે.
  • 20, 23 અને 24 કેરેટના સોનાના દાગીનાના હોલમાર્કિંગની મંજૂરી છે.
  • સમાન પ્રમાણિત શુદ્ધતાના નાના મિશ્રિત લોટના હોલમાર્કિંગને મંજૂરી આપવા માટે ભારતીય ધોરણમાં સુધારો કરવામાં આવ્યો છે.
  • એએચસી સ્તરે પણ જ્વેલરી સોંપવા માટે સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવ્યું છે.
  • હેડક્વાર્ટર અને શાખા કચેરીઓમાં હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા અને અત્યાર સુધીમાં 300 જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
  • સલાહકાર સમિતિએ હોલમાર્કિંગ સંબંધિત સમસ્યાઓની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને તેનો અહેવાલ DOCA ને સોંપ્યો છે.

BISના મહાનિર્દેશકે 256 જિલ્લાઓમાં AHCsની ક્ષમતા માંગને પહોંચી વળવા માટે સક્ષમ નથી તેવા દાવાઓને ફગાવી દીધા હતા. ડેટા શેર કરતાં તેમણે કહ્યું કે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2021 સુધી ઘરેણાં મેળવનારા 853 એએચસીમાંથી માત્ર 161 એએચસીને દરરોજ 500થી વધુ ઘરેણાં મળ્યા અને 300 એએચસીને દરરોજ 100થી ઓછા ઘરેણાં મળ્યા. આમ, દેશમાં ખૂબ ઓછી ક્ષમતાનો ઉપયોગ થયો છે.

આ પણ વાંચો : શું ધીમે ધીમે ગાયબ થઈ જશે 2000 રૂપિયાની નોટ? જાણો શું છે RBIની યોજના

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati