શું ધીમે ધીમે ગાયબ થઈ જશે 2000 રૂપિયાની નોટ? જાણો શું છે RBIની યોજના

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે એપ્રિલ 2019થી 2000ની નવી નોટો છાપવામાં આવી નથી. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવશે નહીં.

શું ધીમે ધીમે ગાયબ થઈ જશે 2000 રૂપિયાની નોટ? જાણો શું છે RBIની યોજના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:43 PM

નવેમ્બર 2016માં મોદી સરકારે (Modi Government) અચાનક 500 અને 1000ની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો અને નોટબંધીનો નિર્ણય કર્યો. તે સમયે કહેવામાં આવતું હતું કે આ નિર્ણય કાળા નાણાને રોકવા માટે લેવામાં આવ્યો છે. નોટબંધીના માત્ર ચાર દિવસ બાદ રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. કેન્દ્રીય બેંકના આ નિર્ણય પર સવાલો ઉભા થયા હતા. આરબીઆઈ (RBI) ફરીથી સિસ્ટમમાંથી 2000ની નોટ ધીમે ધીમે ઘટાડવા પર ભાર મુકી રહ્યું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર RBI ચાલુ નાણાકીય વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ છાપશે નહીં. આ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં પેપર કરન્સીની સંખ્યા 2,23,301 લાખ પીસ હતી. અગાઉના નાણાકીય વર્ષ (2019-20)માં આ સંખ્યા 2,23,875 લાખ પીસ હતી. કરન્સી સર્ક્યુલેશનમાં 500 અને 2000ની નોટોનું મૂલ્ય કુલ મૂલ્યના 85.70 ટકા છે. નંબર ઓફ નોટ્સમાં 500ની નોટ 31.10 ટકા છે. માર્ચ 2021માં લોકસભામાં એક વધુ માહિતી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

સતત ઘટતી ગઈ 2000ની નોટોની સંખ્યા 

તત્કાલીન નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે 30 માર્ચ 2018 સુધીમાં ટોટલ કરન્સી સર્ક્યુલેશનમાં 3362 મિલીયન નોટ્સ 2000ની હતી. વોલ્યુમની દ્રષ્ટીએ આ 3.27 ટકા હતું. ટ્રેડની દ્રષ્ટિએ આ મૂલ્ય 37.26 ટકા હતુ. 26 ફેબ્રુઆરી 2021ના ​​રોજ 2000 નોટોની સંખ્યા ઘટીને 2499 મિલિયન થઈ ગઈ, જે કુલ નોટોના 2.01 ટકા અને મૂલ્યમાં 17.78 ટકા છે.

એપ્રિલ 2019 પછી 2000ની નોટો છાપવાનું બંધ થઈ ગયું

ભારતીય રિઝર્વ બેન્કે 2019માં એક નિવેદન બહાર પાડ્યું હતું, જે મુજબ નાણાકીય વર્ષ 2016-17 (એપ્રિલ 2016 થી માર્ચ 2017)માં 2000ની 3,542.991 મિલિયન નોટ છાપવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષ એટલે કે 2017-18માં માત્ર 111.507 બે હજારની નોટ છાપવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષ 2018-19માં માત્ર 46.690 મિલિયન 2000ની નોટો છાપવામાં આવી હતી. એપ્રિલ 2019થી 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી. સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે માર્ચ 2022 સુધી એક પણ નોટ છાપવામાં આવશે નહીં.

500ની નોટ સૌથી વધુ ચલણમાં

જ્યારે આરબીઆઈ 2000ની નોટો છાપી રહી નથી ત્યારે સ્વાભાવિક છે કે  તેના બદલે કેટલીક અન્ય નોટ વધુ છાપવામાં આવશે. એક મીડીયા રિપોર્ટ અનુસાર 2000ની નોટોની ભરપાઈ 200 અને 500ની નોટ દ્વારા કરવામાં આવી રહી છે. માર્ચ 2017માં 500ની નોટોનો હિસ્સો કુલ નોટોની સંખ્યામાં 5.9 ટકા હતો, જે માર્ચ 2019માં વધીને 19.80 ટકા થયો. મૂલ્યની દ્રષ્ટિએ 500ની તમામ નોટોનું મૂલ્ય માર્ચ 2019માં આ ચલણમાં 51 ટકા ચલણ હતું, જે માર્ચ 2017માં ફક્ત 22.5 ટકા જેટલું જ હતું.

આ પણ વાંચો : E Shram Portal: ખરાબ સમયમાં ઉપયોગી છે ઈ-શ્રમ કાર્ડ, સાથે જ છે લાખોનો ફાયદો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">