Commodity Market Today : રૂપિયો મજબૂત થયો, સોના – ચાંદીના ભાવમાં તેજી આવી

Commodity Market Today : ભારતીય રૂપિયો બુધવારે ડોલર(Dollar) સામે મજબૂત ઉછાળા સાથે બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 82.10 પર બંધ થયો હતો. જો કે, 14 જૂનના રોજ ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત સ્થિતિમાં શરૂ થયો હતો.

Commodity Market Today : રૂપિયો મજબૂત થયો, સોના - ચાંદીના ભાવમાં તેજી આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 7:58 AM

Commodity Market Today : ભારતીય રૂપિયો બુધવારે ડોલર(Dollar) સામે મજબૂત ઉછાળા સાથે બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 82.10 પર બંધ થયો હતો. જો કે, 14 જૂનના રોજ ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત સ્થિતિમાં શરૂ થયો હતો. ડોલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થઈને 82.28 પર ખુલ્યો હતી. આ આગાઉ મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 82.37 ના સ્તર પર બંધ થયો હતો.  એક ડોલરની કિંમત 82.17 રૂપિયાની આસપાસ છે. હાલમાં ડૉલર ઈન્ડેક્સ 103.32 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નબળી માંગ, ઘટતા ખર્ચ માર્જિન અને વધતા ભાવોના દબાણે કોટક સંસ્થાકીય ઈક્વિટીઝને એલ્યુમિનિયમ શેરો પર સાવચેત બનાવ્યા છે. છેલ્લા સત્રમાં સોના – ચાંદીમાં થોડી તેજી જોવા મળી હતી.

કોમોડિટી માર્કેટની હાઇલાઇટ્સ

  • ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તી
  • ડૉલર ઇન્ડેક્સ 102.50 ની નજીક 1 મહિનાની નીચી સપાટીએ છે
  • ક્રૂડ ઓઇલ ઘટ્યું, બ્રેન્ટ અને WTI ક્રૂડ છેલ્લા સત્રમાં 1.5% ઘટીને બંધ થયા
  • યુ.એસ.માં વધતા વ્યાજદરની અસર અને સાપ્તાહિક ક્રૂડના ભંડારમાં અપેક્ષા કરતા વધુ વધારો
  • ફેડની મીટિંગ આવતા મહિને રેટ વધારવાના સંકેત આપે છે
  • જૂન માટે અપેક્ષા મુજબ દરોમાં કોઈ ફેરફાર થયો નથી
  • સરકારી ડેટા અનુસાર, યુએસ ક્રૂડના ભંડારમાં 8 મિલિયન બેરલનો વધારો નોંધાયો છે
  • IEA આ વર્ષ માટે વૈશ્વિક માંગ વૃદ્ધિનો અંદાજ 2 મિલિયન BPD વધારશે
  • જો કે, આગામી વર્ષોમાં તેલની માંગ વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે.
  • વૈશ્વિક આર્થિક અવરોધ અને ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને કારણે તેલનો વપરાશ ઘટવાની ધારણા છે
  • જેપી મોર્ગને આ વર્ષે બ્રેન્ટ ક્રૂડની આગાહી $9 ઘટાડીને $81 કરી છે

આ પણ વાંચો : Global Market : US FEDએ વ્યાજદરમાં વધારો ન કર્યો, જાણો ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા?

સોના-ચાંદીની સ્થિતિ

છેલ્લા સત્રમાં સોનુ અને ચાંદી તેજી સાથે બંધ થયા હતા. બુધવારે 14 જૂને કારોબાર પૂર્ણ કર્યો ત્યારે બંને મેટલ લીલા નિશાન ઉપર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનુ 60000 ના સ્તર તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સોના ચાંદીના ભાવ (Jun 14, 23:29)

  • MCX GOLD     : 59300.00 +82.00 (0.14%)
  • MCX SILVER : 72655.00 +561.00 (0.78%)

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડની કિંમતોમાં ઉતાર – ચઢાવ વચ્ચે પેટ્રોલ -ડીઝલના ભાવ અપડેટ થયા, જાણો આજના લેટેસ્ટ રેટ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">