AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today : સોનું ફ્લેટ તો ચાંદીમાં ચળકાટ જોવા મળ્યો, બીજી તરફ ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર

Commodity Market Today : આંતરરાષ્ટ્રીય બજારમાં 1,950 ડોલર પ્રતિ ઔંસની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં વ્યાજદરમાં અચાનક વધારાને કારણે સોનું દબાણમાં આવી ગયું છે. આ સિવાય અમેરિકી ડૉલરની મજબૂતાઈ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાની અસર પણ સોના પર પડી છે.

Commodity Market Today : સોનું ફ્લેટ તો ચાંદીમાં ચળકાટ જોવા મળ્યો, બીજી તરફ ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 5:48 PM
Share

Commodity Market Today :આંતરરાષ્ટ્રીય બજારમાં 1,950 ડોલર પ્રતિ ઔંસની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં વ્યાજદરમાં અચાનક વધારાને કારણે સોનું દબાણમાં આવી ગયું છે. આ સિવાય અમેરિકી ડૉલરની મજબૂતાઈ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાની અસર પણ સોનાના ભાવ(Gold Price) પર પડી છે. મેટલફૉક્સના રિપોર્ટ અનુસાર 2023માં સોનાની માંગમાં 9 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. વાસ્તવમાં કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો છે. 2022માં તેણે સોનાની રેકોર્ડ ખરીદી કરી હતી.

એક તરફ સોનાની માંગમાં ઘટાડો થવાની સંભાવના છે તો બીજી તરફ તેનો પુરવઠો વધવાની આશંકા છે. સોનાના પુરવઠામાં 2 ટકાનો વધારો થવાની ધારણા છે જે સરપ્લસ સોનું 500 ટન સુધી લઈ જશે. આમ છતાં સોનાની વાર્ષિક કિંમતમાં 5 ટકાનો વધારો થવાનો અંદાજ છે. આ સાથે તે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જશે. સોના માટે 2023 સારું રહ્યું છે. અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 7 ટકાનો ઉછાળો આવ્યો છે.

MCX માં સોના- ચાંદીનો કારોબાર

સાંજે 5.28 વાગે સોનામાં ફ્લેટ કારોબાર નજરે પડ્યો હતો. આ સમયે સોનુ 4.00 રૂપિયા અથવા 0.01%ની નજીવી વૃદ્ધિ સાથે 59507.00 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું હતું. આજ સમયે ચાંદીમાં ચળકાટ જોવા મળ્યો હતો. ચાંદી 72260.૦૦ રૂપિયાની સપાટીએ ટ્રેડ થી હતી. ચાંદીમાં 535.00 રૂપિયા મુજબ 0.75%ની તેજી જોવા મળી હતી

ખરીફ પાકની MSP

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફરી એકવાર ખરીફ પાકની MSP વધારી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની આજની બેઠક દરમિયાન આ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી દેશભરના ખેડૂતોને ફાયદો થવાનો છે. જો મોદી સરકારના 9 વર્ષ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ખરીફ પાકના MSPમાં 100 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

 દાળના ટેકાના ભાવમાં વધારો

કેબિનેટની મંજૂરી મળ્યા પછી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તુવેર દાળના લઘુત્તમ સમર્થન ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 400 થી 7000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માર્કેટિંગ વર્ષ 2014-15માં અરહર માટે MSPનો દર 4,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. એ જ રીતે, આ સમયગાળા દરમિયાન મગની દાળની એમએસપી 4,600 રૂપિયાથી વધીને 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. 2014-15માં અડદની MSP 4,350 રૂપિયા હતી, જે હવે વધીને 6,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક ડાંગરની વાત કરીએ તો તેની MSP પણ ઝડપથી વધી છે. 2014-15માં તે રૂ. 1,360 થી રૂ. 1,530 પ્રતિ ક્વિન્ટલની વચ્ચે હતો જે હવે વધીને રૂ. 2,183 થી રૂ. 3,180 પ્રતિ ક્વિન્ટલ થયો છે. એ જ રીતે જુવારનો લઘુત્તમ ટેકાના ભાવ 2014-15માં 1,400 રૂપિયાથી 1,530 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. હવે તે રૂ. 3,180 થી વધીને રૂ. 3,235 પ્રતિ ક્વિન્ટલ થયો છે.

તેલીબિયાંના નવા ભાવ

તેલીબિયાંના કિસ્સામાં, સૂર્યમુખીની એમએસપી 3,750 રૂપિયાથી વધીને 6,760 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. તે જ સમયે, મગફળીની MSP 4,000 રૂપિયાથી વધીને 6,377 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, સોયાબીન, તલ અને કાળા તલ માટે એમએસપી અનુક્રમે રૂ. 2,560, રૂ. 4,600 અને રૂ. 3,600 થી વધીને રૂ. 4,600, રૂ. 8,635 અને રૂ. 7,734 પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

ડિસ્ક્લેમર : કોમોડિટીમાં રોકાણ બજારના જોખમોને આધિન છે. નફાના અંદાજ સાથે કરાયેલું રોકાણ નુકસાન પણ આપી શકે છે. અહેવાલનો તમારા રોકાણથી નફા કે નુકસાન સાથે કોઈ સંબંધ રહેશે નહીં. કૃપા કરી રોકાણ પહેલા ક્ષેત્રના નિષ્ણાંતો અને સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">