Gold Price: સોનાના ભાવમાં તેજી, સુરતમાં રહ્યું ઓલટાઈમ હાઈપ્રાઈસ પર, 10 ગ્રામ ગોલ્ડની કિંમત રૂ 63000 પર પહોંચી
અમદાવાદમાં આજના સોનાના ભાવના 62,800 એ પહોંચ્યો છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 80700 રૂપિયાએ પહોંચ્યો છે. સુરતમાં આજના સોનાના ભાવના 63,000 એ પહોંચ્યો છે.
Gold Price Today : સોના-ચાંદીના ભાવ આકાશ તરફ ગતિ કરી રહ્યા છે. વિશ્વભરના બજારોમાં ઉથલપાથલને કારણે બંને મુખ્ય કિંમતી ધાતુના ભાવમાં મજબૂત એક્શન જોવા મળી રહી છે. વાયદા બજાર હોય કે હાજર બજાર સોનું અત્યાર સુધીના સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. અમેરિકામાં રોજગારના નબળા ડેટાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું ઝડપથી વધ્યું છે. સોનાને નબળા ડૉલર ઈન્ડેક્સથી પણ ટેકો મળ્યો હતો જે બે મહિનાની નીચી સપાટીએ સરકી ગયો હતો.
કોમેક્સ પર સોનાની કિંમત 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે જે પ્રતિ ઔંસ 2040 ડોલર છે. એ જ રીતે ચાંદીએ 25 ડોલર પ્રતિ ઔંસનો આંકડો પાર કર્યો હતો. ચાંદીના ભાવ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આના પરિણામે સ્થાનિક વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો
અમદાવાદમાં આજના સોનાના ભાવના 62,800એ પહોંચ્યો છે. સુરતમાં આજના સોનાના ભાવના 63,000 એ પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 80700 રૂપિયાએ પહોંચ્યો છે. રાજકોટમાં પહેલીવાર સોનાનો ભાવ 61 હજારને પાર પહોંચી ગયો છે.આ સાથે જ ચાંદીનો ભાવ 75 હજારને પાર પહોંચી ગયો છે. આજના સોનાના ભાવના 61,080 એ પહોંચ્યો છે.
જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 75,320 રૂપિયાએ પહોંચ્યો છે. વડોદરામાં પણ સોના-ચાંદીના ભાવે બૂમ પડાવી છે. આજના સોનાના ભાવના 61,410 એ પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 77,090 રૂપિયાએ પહોંચ્યો છે.