ફરી એકવાર મોંઘો થયો કોમર્શિયલ એલીપીજી સિલિન્ડર, જાણો નવા રેટ
3જી ડિસેમ્બરે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલા મહિનાના પહેલા દિવસે દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. અહીં અમે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વિશે વાત કરી રહ્યા છીએ.

3જી ડિસેમ્બરે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલા મહિનાના પહેલા દિવસે દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. અહીં અમે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વિશે વાત કરી રહ્યા છીએ.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16 નવેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો. તે પહેલા 1 નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી.
જોકે આ વખતે વધારો નજીવો રહ્યો છે. બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તે છેલ્લે ઓગસ્ટના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. જ્યારે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો
દેશના ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં નજીવો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં 21 રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 1775.50 રૂપિયાથી 1796.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1728 રૂપિયાથી વધીને 1749 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 22.5 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 1885.50 રૂપિયાથી વધીને 1908 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 26.5 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 1942 રૂપિયાથી વધીને 1968.50 રૂપિયા થઈ ગઈ છે.
ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ધારકોને રાહત મળી
બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં કિંમત 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. 30 ઓગસ્ટે સરકારે દેશભરમાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સરકારે 29 ઓગસ્ટે આની જાહેરાત કરી હતી. ત્યારપછી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે ઘરેલુ સિલિન્ડરને રાહતથી સામાન્ય માણસની મુશ્કેલીઓ સામે રાહત થશે.
આ પણ વાંચો : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અચ્છે દિન શરૂ, આ સરકારી કંપનીએ એક વર્ષમાં આપ્યું 72 ટકાથી વધારે રિટર્ન