AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell : સતત બીજા દિવસે બજાર નરમાશ સાથે બંધ થયું, SENSEX 334 અને NIFTY 104 અંક તૂટ્યો

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે ચારેતરફ વેચવાલીના પગલે બજાર ઘટાડા સાથે બંધ(Closing Bell) થયું હતું.  આજના કારોબારના અંતે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex ) અને નિફ્ટી (Nifty ) લાલ નિશાન નીચે બંધ થયા છે. 

Closing Bell : સતત બીજા દિવસે બજાર નરમાશ સાથે બંધ થયું, SENSEX 334 અને NIFTY 104 અંક તૂટ્યો
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 09, 2021 | 4:49 PM
Share

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે ચારેતરફ વેચવાલીના પગલે બજાર ઘટાડા સાથે બંધ(Closing Bell) થયું હતું.  આજના કારોબારના અંતે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex ) અને નિફ્ટી (Nifty ) લાલ નિશાન નીચે બંધ થયા છે.

આજના કારોબારના અંતે સેન્સેક્સ 333 અંક મુજબ 0.64% નીચે 51,941 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડેક્સમાં 730 પોઇન્ટનો ઉતાર – ચઢાવ દેખાયો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં 104 અંક એટલે કે 0.67% ઘટાડો થયો હતો. સૂચકઆંક 15,635 પોઇન્ટ સુધી ગગડીને બંધ થયો હતો. નિફટી ટ્રેડિંગ દરમિયાન 15,800 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક            ઘટાડો સેન્સેક્સ    51,941.64     −333.93  નિફટી       15,635.35   −104.75 

આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 126 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા હતા. નિફ્ટી 15,800 પોઇન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચ્યો હતો. જો કે ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ તેજીને ટકાવી શક્યું નહિ અને કારોબાર દરમિયાન નિફ્ટી ઘટાડાના કારણે 15,566 પોઇન્ટ પર નીચલા સ્તરે આવી ગયો હતો.

આજે સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15635 ના સ્તરે બંધ થયા છે અને સેન્સેક્સ 51941.64 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 333 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 104 અંકો સુધી લપસ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.55 ટકા સુધી લપસીને બંધ થયો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.72 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.76 ટકા ઘટીને બંધ થયા છે.

આજના કારોબારની હાઈલાઈટ્સ SENSEX Open    52,401.41 High    52,446.92 Low     51,717.07

NIFTY Open   15,766.30 High   15,800.45 Low    15,566.90

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">