Zoom Call પર 900 કર્મચારીઓની છટણી કરનાર CEO Vishal Gargને તાત્કાલિક અસરથી રજા પર મોકલી અપાયા, જાણો સમગ્ર મામલો

વિશાલ ગર્ગે કર્મચારીઓની છટણી પાછળના કારણો તરીકે બજારની કાર્યક્ષમતા, કામગીરી અને ઉત્પાદકતાને ટાંક્યા હતા. ઝૂમ પર વેબિનાર કરતી વખતે તેમણે કહ્યું, 'જો તમે આ વેબિનારમાં છો, તો તમે તે કમનસીબ જૂથનો ભાગ છો જ્યાં છટણી કરવામાં આવી રહી છે.

Zoom Call પર 900 કર્મચારીઓની છટણી કરનાર CEO Vishal Gargને તાત્કાલિક અસરથી રજા પર મોકલી અપાયા, જાણો સમગ્ર મામલો
Vishal Garg CEO Better.com
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:30 AM

Better.comના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિશાલ ગર્ગ(Vishal Garg)ને તાત્કાલિક રજા પર મોકલી દેવામાં આવ્યા છે. Vice એ શુક્રવારે એક ઈમેલનો ઉલ્લેખ કરીને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ અનુસાર ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) કેવિન રાયન હવે કંપનીના રોજબરોજના નિર્ણયો લેશે અને બોર્ડને રિપોર્ટ કરશે. કંપનીના બોર્ડે નેતૃત્વ અને સાંસ્કૃતિક મૂલ્યાંકન માટેથર્ડ પાર્ટી ઈન્ડિપેન્ડેન્ટ ફાર્મને હાયર કરી છે. રોયટર્સે Better.com ને પ્રતિભાવ માટે પૂછ્યું ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો.

તાજતરમાં વિશાલ ગર્ગે ઝૂમ કોલ દ્વારા 900 લોકોની છટણી કરવા બદલ માફી માંગી હતી. તેમણે પત્ર લખીને કર્મચારીઓની તેમની પદ્ધતિ માટે માફી માંગી હતી. આ પત્રમાં વિશાલ ગર્ગે પોતાની ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે તેની પદ્ધતિ ખોટી હતી અને તેણે મોટી ભૂલ કરી છે.

ઝૂમ મીટિંગમાં 900 લોકોને નોકરીમાંથી છૂટા કરાયા નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકન કંપનીના ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગે તેમની કંપની Better.comના 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તેણે ઝૂમ મીટિંગ બોલાવી અને કંપનીના 900 કર્મચારીઓને પિંક સ્લિપ આપી. બરતરફ થવાનું કારણ ઉત્પાદકતામાં ઘટાડો હોવાનું કહ્યું હતું. ઝૂમ કોલમાંથી 900 કર્મચારીઓને હટાવવાનો વિડિયો બાદ વિશાલ ગર્ગ ઉપર આકરી ટીકાઓ થઇ હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

શા માટે 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા? ગર્ગે કર્મચારીઓની છટણી પાછળના કારણો તરીકે બજારની કાર્યક્ષમતા, કામગીરી અને ઉત્પાદકતાને ટાંક્યા હતા. ઝૂમ પર વેબિનાર કરતી વખતે તેમણે કહ્યું, ‘જો તમે આ વેબિનારમાં છો, તો તમે તે કમનસીબ જૂથનો ભાગ છો જ્યાં છટણી કરવામાં આવી રહી છે… તમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હટાવવામાં આવી રહ્યા છે.’ HR વિભાગ તરફથી એક ઈ-મેલ પ્રાપ્ત થશે,જેમાં લાભો અને નોકરીમાંથી દૂર કરવા વિશેની માહિતી હશે.

કોણ છે વિશાલ ગર્ગ? વિશાલ ગર્ગ Better.com ના ફાઉન્ડર અને CEO છે જે ઘરમાલિકોને હોમ લોન સહિત અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. LinkedIn પર ઉપલબ્ધ માહિતી અનુસાર તે એક ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની વન ઝીરો કેપિટલના સ્થાપક ભાગીદાર પણ છે. 43 વર્ષના વિશાલ ગર્ગે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તે તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ન્યુયોર્કના ટ્રેબેકામાં રહે છે. ટ્રેબેકા ન્યુયોર્ક સિટીની સૌથી મોંઘી જગ્યા છે જ્યાં ધનિક લોકો રહે છે.

આ પણ વાંચો :  Forex Reserves : સતત બીજા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો,ગોલ્ડ રિઝર્વની શું છે સ્થિતિ ?

આ પણ વાંચો : દેશમાંવિક્રમી રસીકરણની ખુશીમાં સરકાર આપી રહી છે ફ્રી મોબાઈલ રિચાર્જ! આ મેસેજ તમને મળ્યો કે નહીં? જાણો હકીકત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">