AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserves : સતત બીજા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો,ગોલ્ડ રિઝર્વની શું છે સ્થિતિ ?

સોનાનો ભંડાર 407 મિલિયન ડોલર ઘટીને 38.418 અબજ ડોલર થયો છે. દેશનો SDR એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) 90 મિલિયન ડોલર વધીને 19.126 અબજ ડોલર થઈ ગયા છે.

Forex Reserves : સતત બીજા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો,ગોલ્ડ રિઝર્વની શું છે સ્થિતિ ?
Forex Reserves of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:10 AM
Share

દેશના વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves) માં સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો છે. 3 ડિસેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 1.783 અબજ ઘટીને 635.905 અબજ ડોલર થઈ ગયું છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આપવામાં આવી છે.

આ અગાઉ 26 નવેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.713 અબજ ડોલર ઘટીને 637.687 અબજ ડોલર થયું હતું. આ ઉપરાંત 19 નવેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 28.9 કરોડ ડોલર વધીને 640.401 અબજ ડોલર થયું હતું. 12 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 763 મિલિયન ડોલર ઘટીને 640.11 અબજ ડોલર પર આવી ગયું હતું.

FCA 1.483 અબજ ડોલર ઘટ્યું શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 26 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (Foreign Currency Assets) માં થયેલા ઘટાડાને કારણે થયો હતો, જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર ભાગ છે. છે. રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA 1.483 અબજ ડોલર ઘટીને 573.181 અબજ ડોલર થયું છે. ડૉલરમાં નામાંકિત FCA માં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડો જેવી અસરનો પણ સમાવેશ થાય છે.

ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો આ સિવાય રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાનો ભંડાર 407 મિલિયન ડોલર ઘટીને 38.418 અબજ ડોલર થયો છે. દેશનો SDR એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) 90 મિલિયન ડોલર વધીને 19.126 અબજ ડોલર થઈ ગયા છે. IMFમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 17 મિલિયન ડોલર વધીને 5.18 બિલિયન ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના ભાવ જાહેર કર્યા, જાણો શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન

આ પણ વાંચો : ITR Filing : રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર અડધાં રિટર્ન ફાઈલ થયા, જાણો કારણ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">