કેબિનેટની લીલી ઝંડી, માર્ચમાં સ્પેક્ટ્રમની હરાજી યોજાશે : રવિશંકર પ્રસાદ
સ્પેક્ટ્રમની હરાજીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે આ માહિતી આપી હતી . પ્રસાદે નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી હતી. આ હરાજી માર્ચમાં યોજાશે, જેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. સૂત્રો અનુસાર જલ્દી પ્રક્રિયા શરૂ થશે. કંપનીઓને ટૂંક સમયમાં હરાજી માટે આમંત્રિત […]

સ્પેક્ટ્રમની હરાજીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે આ માહિતી આપી હતી . પ્રસાદે નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી હતી. આ હરાજી માર્ચમાં યોજાશે, જેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

DOT plans to auction 2251 MHz spectrum.: Ravi Shankar Prasad
સૂત્રો અનુસાર જલ્દી પ્રક્રિયા શરૂ થશે. કંપનીઓને ટૂંક સમયમાં હરાજી માટે આમંત્રિત કરવા પત્રક જારી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, DOT એ 2251 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજી કરવાની યોજના બનાવી છે. 700MHz, 800MHz, 900MHz, 1,800MHz, 2,100MHz, 2,300MHz, 2,500MHz બેન્ડમાં આ સ્પેક્ટ્રમ વેચવામાં આવશે.

Four years ago, the government raised Rs 65,789 crore from spectrum auctions
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પહેલા થયેલી સ્પેક્ટ્રમની હરાજીને 4 વર્ષ પૂરા થયા છે. ટેલિકોમ ક્ષેત્રના સ્પેક્ટ્રમના સંબંધમાં જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી હતી. આગામી હરાજીની સ્થિતિ 2016 ની જેમ જ રહેશે. 4 વર્ષ પહેલા સરકારે સ્પેક્ટ્રમની હરાજીથી 65 હજાર 789 કરોડ રૂપિયા મેળવાયા હતા. તે સમયે, 5.63 ટ્રિલિયન મૂલ્યનું સ્પેક્ટ્રમ વેચવા માટે બહાર પાડવામાં આવ્યું હતું.

This auction process is very important for Reliance
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ માટે આ હરાજીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી વર્ષના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં રિલાયન્સને સ્પેક્ટ્રમની જરૂર પડશે. રિલાયન્સના 800 મેગા હર્ટ્ઝ સ્પેક્ટ્રમનો મોટો ભાગ સમાપ્ત થઈ રહ્યો છે. રિલાયન્સ જિઓ દ્વારા હાલમાં ગ્રાહકોને ફક્ત 4 જી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.