AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BYJU’sએ ફરી 400થી વધુ કર્મચારીઓની નોકરી છીનવી, પરફોર્મન્સ રિવ્યુની આડમાં કરી છટણી!

બાયજુમાં, આ છટણી મેન્ટરિંગ (ટીચિંગ સ્ટાફ) અને પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝનમાં થઈ છે. કંપનીએ આ કર્મચારીઓને જુલાઈમાં પરફોર્મન્સ રિવ્યૂ હેઠળ મૂક્યા હતા. આ પછી, 17 ઓગસ્ટે, કંપનીએ આ તમામ કર્મચારીઓને તેમના રાજીનામા સબમિટ કરવા માટે કહ્યું છે.

BYJU’sએ ફરી 400થી વધુ કર્મચારીઓની નોકરી છીનવી, પરફોર્મન્સ રિવ્યુની આડમાં કરી છટણી!
BYJU fired more than 400 employees
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 2:29 PM
Share

એજ્યુટેક સ્ટાર્ટઅપ BYJU’sમાં છટણીનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કંપનીએ ફરી એકવાર લગભગ 400થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ વખતે પરફોર્મન્સ રિવ્યુની આડમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ કંપની દ્વારા આ કર્મચારીઓને ફાઇનલ સેટલમેન્ટ માટે માત્ર 2 મહિનાનો પગાર ઓફર કરવામાં આવ્યો છે.

BYJU’sએ ફરી કર્મચારીઓની કરી છટણી

આ વખતે બાયજુમાં, આ છટણી મેન્ટરિંગ (ટીચિંગ સ્ટાફ) અને પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝનમાં થઈ છે. કંપનીએ આ કર્મચારીઓને જુલાઈમાં પરફોર્મન્સ રિવ્યૂ હેઠળ મૂક્યા હતા. આ પછી, 17 ઓગસ્ટે, કંપનીએ આ તમામ કર્મચારીઓને તેમના રાજીનામા સબમિટ કરવા માટે કહ્યું છે. મની કંટ્રોલના સમાચાર મુજબ, બાયજુએ છટણીની પુષ્ટિ કરી છે, જો કે તેણે કહ્યું છે કે માત્ર 100 લોકોને જ છટણી કરવામાં આવશે. જ્યારે અન્ય સૂત્રોએ જણાવ્યું છે કે 400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે.

કંપનીનું કહેવું છે કે આ કર્મચારીઓને પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન હેઠળ રાખવામાં આવ્યા હતા, તે બધા કંપનીની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. તેથી યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે. આ છટણી સંપૂર્ણપણે પર્ફોર્મન્સ આધારિત છે, તેને ખર્ચ ઘટાડવા સાથે કોઈ લેવાદેવા નથી.

ઓગસ્ટ-સપ્ટેમ્બરનો પગાર ઓફર

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની વતી કર્મચારીઓને પોતાની રીતે રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. ફાઈનલ સેટલમેન્ટ તરીકે, તેમને ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પગારની ઓફર કરવામાં આવી છે. જે કર્મચારીઓએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેમને 17 ઓગસ્ટ સુધીનો જ પગાર આપવામાં આવ્યો છે. કંપનીના HR વિભાગ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેલમાં 90 દિવસમાં ફાઈનલ સેટલમેન્ટની રકમ સેટલ કરવાનું કહેવામાં આવ્યું છે.

BYJU’sએ 2022 અને 2023માં અત્યાર સુધીમાં કુલ 5,000થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. એટલું જ નહીં, કર્મચારીઓને મૂલ્યાંકન, પ્રોવિડન્ટ ફંડ પેમેન્ટ અને પરફોર્મન્સ લિંક્ડ પેમેન્ટ આપવામાં વિલંબ થયો છે. જો કે થોડા સમય અગાઉ એક ક્રમચારીને પગાર આપવા બાબતે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કર્મચારીને ઘણા સમયથી પગાર ચૂકવામાં ન આવતા કર્મચારી ગુસ્સે થઈ ગયો હતો. ત્યારે આ રીતે કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાની વાતો પણ વહેતી થઈ હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">