ઓછા ખર્ચે શરૂ કરો આ બિઝનેસ અને મેળવો અઢળક કમાણી

Business Opportunity: સરકારની મદદથી આ બિઝનેસ ઓછા ખર્ચે શરૂ થઈ જશે. તેની માંગ દરેક ઘરમાં રહે છે. તેમજ તેને શરૂ કરવા માટે કોઈ મોટો ખર્ચ નથી.

ઓછા ખર્ચે શરૂ કરો આ બિઝનેસ અને મેળવો અઢળક કમાણી
(સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:26 PM

Business opportunity: કોરોના નામનું સંકટ અચાનક જ આવી ચડ્યું અને સામાન્ય લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું અનેક લોકોના રોજગાર છીનવાઈ ગયા. રોજગાર ન હોવાના કારણે અનેક લોકો શહેર છોડીને પોતાના ગામ તરફ વળ્યા. હવે કોરોનાની ગતી ધીમી પડી રહી છે, ત્યારે ઘણા ઓછા લોકો બીજીવાર શહેર તરફ આવવા માંગે છે. ગામડે ગયેલા લોકોમાંથી મોટાભાગના લોકો ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અથવા પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

જો તમારી પાસે પણ તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના છે અને પૈસાની ચિંતા છે તો હવે આ ચિંતા કરવાની જરૂર નથી. ધંધો કરવા માટે દરેક સમયે મોટી રકમની જરૂર પડે છે. પરંતુ એવું નથી, સરકારની મદદથી તમે માત્ર 1.25 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારા કામની શરૂઆત કરી શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જી હા, તમે કટલરી બનાવવાનું યુનિટ લગાવી શકો છો. તેની માંગ દરેક ઘરમાં હોય જ છે. જો તમારી પાસે ભંડોળની અછત હોય તો તમે વ્યવસાય શરૂ કરવા માટે સરકારની મુદ્રા લોન યોજના હેઠળ લોન પણ  લઈ શકો છો.

શા માટે માનવામાં આવી રહ્યો છે સારો વિકલ્પ 

દરેક ઘરમાં કટલરીની માંગ છે. આ સિવાય પાર્ટીઓ, લગ્નો, પિકનિક, બેકરીઓ અને આઈસ્ક્રીમ પાર્લરમાં પણ તેની માંગ છે. જો તમે તમારા ઉત્પાદનનું વધુ સારી રીતે માર્કેટિંગ કરવા માટે સક્ષમ છો તો પછી આ વ્યવસાયને આગળ વધારી શકાય છે.

યુનિટ સ્થાપવા માટે કેટલો ખર્ચ થશે

કટલરી મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાનો કુલ ખર્ચ 3.30 લાખ રૂપિયા થશે. આમાં સેટ-અપનો ખર્ચ 1.80 લાખ રૂપિયા છે, જેમાં વેલ્ડીંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેન્ચ ગ્રાઈન્ડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રાઈન્ડર, બેન્ચ, પેનલ બોર્ડ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે.

2 મહિનાના કાચામાલ પર 1,20,000 ખર્ચ થશે. આ સિવાય કામદારોના પગાર અને અન્ય ખર્ચ પર દર મહિને આશરે 30 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એકંદરે તમારો કુલ ખર્ચ રૂપિયા 3.30 લાખ થશે. 3.30 લાખમાં તમારે પોતાના 1.14 લાખ રૂપિયા ખર્ચવા પડશે. બાકી રહેલા નાણાંમાં સરકાર 1.260 લાખ રૂપિયાની ટર્મ લોન અને 90,000 રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન આપીને મદદ કરશે.

કેવી રીતે થશે કમાણી 

સરકારના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર ફિનિશ્ડ પ્રોડક્ટથી દર મહિને 1.10 લાખ રૂપિયાનું વેચાણ થવાની ધારણા છે. ઉત્પાદનમાં દર મહિને 91,800 રૂપિયાનો ખર્ચ થશે. એટલે કે, દર મહિને તમને 18,000 રૂપિયાથી વધુનો નફો થશે. લોનની ચુકવણી અને પ્રોત્સાહક ખર્ચ બાદ કર્યા બાદ તમારો ચોખ્ખો નફો 14,400 રૂપિયાથી વધુ થશે.

તમે મુદ્રા લોન માટે અરજી કરી શકો છો

તમે પીએમ મુદ્રા યોજના હેઠળ બેંકમાં લોન માટે અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જરૂરી છે તેની વિગતો આપવાની રહેશે.

આ પણ વાંચો: Gujarat : ગણેશોત્સવના પાવન પર્વે મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, ઉત્તર-મધ્ય-દક્ષિણ-સૌરાષ્ટ્રમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી

આ પણ વાંચો: Ahmedabad : ગણેશ ઉત્સવને લઈને AMCની તૈયારી, વિવિધ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">