AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ₹25,000થી શરૂ કરો આ બિઝનેસ, મહિને રમતા રમતા કમાશો ₹50,000થી વધુ

ઘણા લોકો ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરવાનું તો વિચારે છે પણ યોગ્ય માર્ગદર્શન ન મળતા પીછેહઠ કરી દે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે, ઘરે બેઠા તમે કેવી રીતે ટિફિન સર્વિસ શરૂ કરી શકો છો.

Business Idea : ₹25,000થી શરૂ કરો આ બિઝનેસ, મહિને રમતા રમતા કમાશો  ₹50,000થી વધુ
| Updated on: May 31, 2025 | 5:02 PM
Share

ઘરે ટિફિન સર્વિસ શરૂ કરવું એ આજકાલ લોકોમાં લોકપ્રિય બન્યું છે. ઘણા લોકો ઘરે બેઠા બેઠા સારા એવા પૈસા કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એવામાં તમે પણ જો એક નાનકડી મૂડીથી બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો ટિફિન સર્વિસ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ સિવાય જો તમે રસોઈમાં મહારથ ધરાવો છો અને તમારા ઘરની રસોઈનો સ્વાદ લોકોના નાકને આકર્ષે છે તો આ બિઝનેસ તમારા માટે એક વરદાન છે. ઘણા લોકો ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરવાનું તો વિચારે છે પણ યોગ્ય માર્ગદર્શન ન મળતા પીછેહઠ કરી દે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે, ઘરે બેઠા તમે કેવી રીતે ટિફિન સર્વિસ શરૂ કરી શકો છો.

સૌથી પહેલા તો, તમે રસોઈમાં કુશળ હોવા જોવો અને નવી નવી વાનગી બનાવવાનો શોખ ધરાવતા હોવા જોઈએ. ટિફિન સર્વિસ શરૂ કરવા માટેનું મહત્વપૂર્ણ પાસું એ છે કે તમે મેનૂમાં વિવિધ સ્વાદ અને પસંદગીઓ ઉમેરો. શરૂઆતમાં તમે નોર્મલ ડિશ જેમ કે દાળ, ભાત, રોટલી અને શાક બનાવવાનું શરૂ કરી શકો છો. જો કોઈ ખાસ કોઈ દિવસ આવે તો, પુલાવ, કઢી-ખિચડી, કાઠીયાવાડી અને દાળ-બાટી જેવી ચટપટી વાનગીઓ બનાવી શકો છો.

પણ બિઝનેસની શરૂઆતમાં શું કરવું ?

આ બિઝનેસની શરૂઆત માટે તમારે કિચન સામગ્રી, પેકિંગ સામગ્રી,વાસણ, પોટ, કઢાઈ, ચમચા, ગેસ, અને સ્ટોવ જેવી બેઝિક સામગ્રીમાં રોકાણ કરવું પડે છે. બીજું કે, તમારે FSSAI લાઇસન્સ મેળવવું મળે છે. જેનો અંદાજિત વાર્ષિક ખર્ચ ₹100–₹2000 સુધીનો હોઈ શકે છે. આ સિવાય તમે શરૂઆતમાં લગભગ ₹25,000 થી ₹35,000નું રોકાણ કરીને બિઝનેસની શરૂઆત કરી શકો છો.

આ રોકાણમાં ટિફિન ડબ્બા, કિચન મટિરિયલ, પેકિંગ સામગ્રી અને આરંભિક માર્કેટિંગ ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. ત્યારબાદ તમારે તમારા ટિફિનના ભાવ પર પણ ધ્યાન આપવું પડશે. સામાન્ય રીતે, નોર્મલ થાળીના ₹80 થી ₹100, ડિલક્સ થાળીના ₹120 થી ₹150 અને સ્પેશિયલ થાળીના ₹100 થી ₹200 સુધીના ભાવ તમે નક્કી કરી શકો છો.

કમાણી કેટલી?

માની લો કે, પ્રારંભિક તબક્કે તમે 20 ટિફિન ઓર્ડર લઈ રહ્યા છો અને એમાંય શરૂઆત નોર્મલ થાળીથી કરી રહ્યા છો, તો એવામાં તમે પર દિવસે ₹2,000 સુધીની કમાણી કરી શકો છો. ટૂંકમાં જોઈએ તો, તમે ઘરે બેઠા જ માસિક ₹52,000 થી ₹60,000 જેટલું કમાઈ શકો છો.

હવે માની લો કે, કિચન સામગ્રીથી લઈને માર્કેટિંગ સુધી તમારું મૂડીરોકાણ ₹22,000 છે અને તમે બિઝનેસ જ ₹52,000 થી ₹60,000નો કર્યો છે, તો તમારો અંદાજિત ચોખ્ખો નફો ₹30,000 થયો હોય તેવું કહી શકાય. જેમ જેમ બિઝનેસ આગળ વધશે તેમ તેમ ગ્રાહકોની સંખ્યા વધશે અને નફો પણ તગડો થશે.

ગ્રાહકોને આકર્ષવા ક્યાંથી?

ગ્રાહકો મેળવવા માટે WhatsApp, ફેસબુક, અને ઇન્સ્ટાગ્રામ પર તમે તમારા મેનૂને પ્રમોટ કરી શકો છો. આ સિવાય નજીકના વિસ્તારમાં આવેલા PG સ્ટુડન્ટ્સનો પણ સંપર્ક કરી શકો છો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકલ એડ પણ ચલાવી શકો છો. તદુપરાંત શરૂઆતમાં તમે ફ્રી ટિફિન સર્વિસ આપીને ગ્રાહકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ડિજિટલ યુગમાં તમે Zomato અને Swiggy જેવી એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરી શકો છો.

નાનકડી શરૂઆતથી બનશે ‘બ્રાન્ડ’

ગ્રાહકો મળવાથી તમારા બિઝનેસનો ગ્રોથ થશે અને જો 6 મહિનામાં 30+ ગ્રાહકો કે પછી 1 વર્ષમાં 50+ ગ્રાહકો બંધાઈ જાય એટલે સમજવું કે તમારો બિઝનેસ હવે ફુલ-ફ્લેજડ બ્રાન્ડ બની ગયો છે. એકવાર ગ્રાહક બંધાઈ જાય ત્યારબાદ તમે પોતાની હોટલ પણ કરી શકો છો અને બિઝનેસને વધુ આગળ લઈ જઈ શકો છો.

બીજી મહત્ત્વની વાત કે, આ નાના વ્યવસાયમાં FSSAI લાઈસન્સ હોવું જરૂરી છે અને ખાસ તો હાયજિન મેન્ટેન રાખવું પડે છે. ઘર બેઠા શરૂ કરેલ આ વ્યવસાયમાં તમે નાની મૂડીરોકાણથી સારો નફો પ્રાપ્ત કરી શકો છો.

ટિફિન સર્વિસનો વ્યવસાય એક એવો બિઝનેસ છે કે જેમાં તમારે ફક્ત સ્વાદ જ નહીં પરંતુ ગ્રાહક સેવા પર પણ ખાસ ધ્યાન આપવું પડે છે. યોગ્ય ભાવે ભોજન, વિવિધ મેનૂ અને ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને તમે ઘરે બેઠા જ ટિફિન સર્વિસનો બિઝનેસ શરૂ કરી શકો છો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">