Budget 2022: રિયલ એસ્ટેટ કંપનીઓના એસોસિએશનની ટેક્સ છૂટની માગ, કહ્યુ- ઘરોની વધશે માગ

Budget 2022: રિયલ એસ્ટેટ કંપનીઓના એસોસિએશનની ટેક્સ છૂટની માગ, કહ્યુ- ઘરોની વધશે માગ
Budget 2022

રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન CREDAIએ ઘરોની માગને વેગ આપવા માટે અનેક કર રાહતોની માગ કરી છે. જેમાં હોમ લોન પર વ્યાજની કપાતની મર્યાદા હાલના 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તેવી માગ છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 09, 2022 | 11:56 PM

Budget 2022: રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન CREDAI એ ઘરોની માગને વેગ આપવા માટે અનેક કર રાહતોની માગ કરી છે. જેમાં હોમ લોન પર વ્યાજની કપાતની મર્યાદા હાલના 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તેવી માગ પણ સામેલ છે. એક અહેવાલ પ્રમાણે, ક્રેડાઈ (Confederation of Real Estate Developers Associations of India) એ નાણા મંત્રાલયને મોકલેલી બજેટ ભલામણમાં પ્રદેશ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસાય તેવા મકાનોની વ્યાખ્યામાં ફેરફાર કરવાની પણ માગ કરી છે.

CREDAIના રાષ્ટ્રીય પ્રમુખ હર્ષવર્ધન પટોડિયાએ આશા વ્યક્ત કરી હતી કે આગામી બજેટ વિવિધ સુધારાઓ, છૂટછાટો અને વિસ્તરણ દ્વારા માળખાકીય વિકાસ અને હાઉસિંગ ક્ષેત્રને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપશે.

મહામારી વચ્ચે સમય મુશ્કેલ: સંસ્થા

પટોડિયાએ જણાવ્યું હતું કે તેઓ નાણા મંત્રાલયને કલમ 24(b) હેઠળ કર મુક્તિ માટે ઘર ખરીદનારાઓ માટેના વ્યાજને વધુ કાપવા વિનંતી કરે છે. તેમણે કહ્યું કે આનાથી ઘર ખરીદી સબંધીત ધારણા મજબૂત થશે, ખાસ કરીને એવા સમયે જ્યારે મહામારીની ત્રીજી લહેરનો પ્રકોપ શરૂ થયો છે અને સમય ખૂબ જ મુશ્કેલ ચાલી રહ્યો છે.

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા બજેટમાં એફોર્ડેબલ અને રેન્ટલ હાઉસિંગ પર ભાર મૂકવાના પગલાં લેવામાં આવશે. એક અહેવાલ મુજબ, આ સાથે, અટવાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને લિક્વીડીટી પ્રદાન કરવા માટે વર્તમાન નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે.

આ મહિનાની શરૂઆતમાં, સરકારે તમામ પરિવારોને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાની સમય મર્યાદા 2024 સુધી લંબાવી દીધી હતી. કેબિનેટે નિર્ણય લીધો છે કે તેની મુખ્ય સરકારી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ સરકાર કેન્દ્ર અને રાજ્યને 2.17 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ આપશે. આ સાથે તેનો 2.95 કરોડ રૂપિયા કમાવવાનો લક્ષ્યાંક હાંસલ થશે. રિપોર્ટ અનુસાર એક સેક્ટર એક્સપર્ટે કહ્યું કે એફોર્ડેબલ હાઉસિંગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પહેલાની જેમ જ ચાલુ રહેશે.

બજેટ 2021માં પ્રથમ વખત ઘર ખરીદનારાઓને એફોર્ડેબલ સેગમેન્ટમાં હોમ લોન પર વધારાના વ્યાજ કપાતનો લાભ આપવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે, સરકાર નોટિફાઇડ રેન્ટલ હાઉસિંગ પ્રોડક્ટ્સ માટે ટેક્સ મુક્તિ આપીને સસ્તું રેન્ટલ હાઉસિંગ સ્કીમ્સને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આનાથી આ યોજનામાં રોકાણની ગતિને વેગ મળશે અને તે સરકારના તમામ લોકો માટે ઘરનો કુલ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો :  નાની પાનની દુકાનથી શરૂઆત કરી અને આજે છે 300 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની, જાણો ત્રણ ભાઈઓના સંઘર્ષની કહાની

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati