કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આ કંપનીનો શેર બન્યો રોકેટ, રોકાણકારોએ શેરની ખરીદી માટે મચાવી લૂંટ
2 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે શેરના ભાવ 86.94 રૂપિયા પર પહોંચ્યા હતા અને ભાવમાં 9 ટકાનો ઉછાળો આવ્યો હતો. ગુરુવારે 1 ફેબ્રુઆરીના રોજ શેરના 79.04 રૂપિયા હતા. 8 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 88.70 રૂપિયા હતા, જે શેરનું 52 વીક હાઈ લેવલ છે.
1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ રજૂ કર્યું હતું. તેમાં એવિએશન સેક્ટરને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાની એક કંપની GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં ઉછાળો આવ્યો છે.
શુક્રવારે શેરના ભાવમાં 9 ટકાનો ઉછાળો આવ્યો
2 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે શેરના ભાવ 86.94 રૂપિયા પર પહોંચ્યા હતા અને ભાવમાં 9 ટકાનો ઉછાળો આવ્યો હતો. ગુરુવારે 1 ફેબ્રુઆરીના રોજ શેરના 79.04 રૂપિયા હતા. 8 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 88.70 રૂપિયા હતા, જે શેરનું 52 વીક હાઈ લેવલ છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં 317.46 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી
1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટના દિવસે જ GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિસેમ્બર ક્વાર્ટરના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કંપનીએ ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિજા ક્વાર્ટરમાં 317.46 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. આ પહેલા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 191.36 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1761.46 કરોડ રૂપિયા રહ્યો હતો.
કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 59.07 ટકા
GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રમોટરનો હિસ્સો 59.07 ટકા છે. પબ્લિકનો હિસ્સો 40.93 ટકા છે. ડિસેમ્બર 2023 સુધીમાં, વ્યક્તિગત પ્રમોટર કંપનીના 96,60,070 શેર ધરાવે છે. આ ઉપરાંત જીએમઆર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 2,68,48,43,150 શેર ધરાવે છે.
આ પણ વાંચો : Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, SBI ના ચેરમેને મદદને લઈ કહી આ મોટી વાત
નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન છેલ્લા 10 વર્ષની એવિએશન સેક્ટરની પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલુ રહેશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, UDAN યોજના હેઠળ, ટિયર ટુ અને ટિયર થ્રી શહેરો માટે એર કનેક્ટિવિટીનું મોટા પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં 517 નવા હવાઈ માર્ગો પર 1.3 કરોડ મુસાફરો ઉડાન ભરી રહ્યા છે.
(નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)