Budget 2023: વિક્રમ વેતાળ કરે છે બજેટની વાર્તા- કહે છે, કેમ નથી વેચાઇ રહી સરકારી કંપનીઓ
VIKRAM VETAL - Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, TV9 ગુજરાતી આ બજેટને લઇને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળભાષમાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવાજ વિષયની ચર્ચા કરીશું.
Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, TV9 ગુજરાતી આ બજેટને લઇને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળ ભાષામાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવાજ વિષયની ચર્ચા કરીશું.
રાજપથનો નજારો નવો નવો છે, જોવાલાયક છે પરંતુ વિક્રમનું મગજ અને તેની સાયકલ એકબીજા સાથે જાણે કે સ્પર્ધા કરી રહ્યા છે. વૃદ્ધ વેતાળ સાથે આજે તેની પહેલી મુલાકાત છે. એક વર્ષ પછી મળશે વેતાળ..અને થશે સવાલ પર સવાલ…વિક્રમે સાયકલ બગીચામાં પાર્ક કરી અને ઝાડની નીચે પહોંચી ગયો. વેતાળ ઝાડની ડાળીએ ઉલટો લટકેલો હતો. વિક્રમ હજુ તો કંઇ વિચારે તે પહેલા વેતાળ ઉડીને તેના ખભા પર બેસી ગયો..
વિક્રમઃ અરે, તુ ક્યાં ગાયબ હતો આટલા દિવસથી?
વેતાળઃ અરે રાજા અમે રહ્યા પ્રેત..કોઇ સરકારી ફાઇલ તો છીએ નહીં કે એક જ જગ્યાએ પડ્યા રહીએ..
વિક્રમઃ ક્યાંથી આવી રહ્યો છે વેતાળ..
વેતાળઃ અરે એ બધી વાત છોડ..અમારે વેતાળોનું તો શું..ગમે ત્યાં ઉડી જઇએ..તું તો બજેટ જાણવા અહીં આવ્યો છે ને..
વિક્રમઃ હાં અને તૂ શું અહીં નોર્થ બ્લોકના વાંદરા ભગાડવા આવ્યો છે? તને પણ બજેટની લત છે..હા આવ્યો તો હું બજેટ વિશે જાણવા પરંતુ સારુ થયું કે તુ મળી ગયો..
વેતાળઃ હા..હા..હા..
વિક્રમઃ તો એ જણાવ વેતાળ કે..
વેતાળઃ એ રાજા..જરા ઉભો રહે…શરત તો યાદ છે ને..? ધડ-માથા વગરનો સવાલ હશે તો સમજી લે જે હું જતો રહીશ..
વિક્રમઃ હાં..હાં…મને ખબર છે.. હવે વધારે નખરા તો ન કર…મને એ કહે જુના પ્રેત કે સરકાર, તમામ પ્રયત્નો કરવા છતાં પોતાની કંપનીઓ કેમ નથી વેચી શકતી?
વેતાળઃ હા..હા..હા..રાજા…આ તો સરકારને પણ નથી ખબર કે તેની કંપનીઓ કેમ નથી વેચાતી..
વિક્રમઃ એટલે?
વેતાળઃ જો ખબર હોત તો દરવર્ષે સરકારી કંપની વેચીને કમાણીનું લક્ષ્ય ન પુરુ થઇ ગયું હોત..દર વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ મજાકનું સાધન ન બનત..
વિક્રમઃ પરંતુ સવાલ તો એ જ છે કે સરકારી કંપનીઓ વેચાતી કેમ નથી?
વેતાળઃ અરે, સરકારે કંપની ત્યારે જ વેચવા નીકળે છે જ્યારે તે કોઇ કામની નથી રહેતી..
વિક્રમઃ પરંતુ દરેક કંપની સાથે તો આવું નથી થતું..
વેતાળઃ હાં..તો કેટલીક વેચાઇ પણ જાય છે ને..IRCTC જોઇ લે, LIC જોઇ લે..
વિક્રમઃ અરે, બાકીની પણ આ રીતે કેમ નથી વેચાઇ જતી..
વેતાળઃ જો વિક્રમ, સરકારને લાગે છે કે તેની દરેક કંપની સોનાની લગડી છે..પરંતુ બજાર માટે ઘણી સરકારી કંપનીઓ કોઇ જ કામની નથી..તો પછી કોઇ પૈસા શું કામ નાંખે?
વિક્રમઃ જેમ કે?
વેતાળઃ અરે જે સરકારી કંપનીઓ પાસે બજારમાં મોનોપોલી છે તેના શેર પણ વેચાઇ જાય છે અને આખી કંપની પણ..જેવી કે ઓઇલ કંપનીઓ, વીજ કંપનીઓ, પરંતુ ખોટ કરતી IDBI બેંકને કોઇ ગ્રાહક જ નથી મળી રહ્યો..
વિક્રમઃ તો ભારત પેટ્રોલિયમ કેમ ન વેચાઇ..?
વેતાળઃ અરે યાર રાજા..સરકારી બાબુઓ જે કંપનીઓમાંથી કમાઇ રહ્યા છે, મલાઇ તારવી રહ્યા છે તેને તેઓ શું કામ વેચે?…વેચાણની પ્રક્રિયા એટલી ધીમી ચાલે છે કે સરકારને LICનો IPO લાવવામાં 2 વર્ષ નીકળી ગયા..
વિક્રમઃ મોડું મોડું પણ કામ થવું જોઇએ..
વેતાળઃ જો રાજા તુ બહુ બોલકણો છે..શેર બજાર એવરેસ્ટની ઉંચાઇએ જઇને ફરી પાછુ પટકાયું પણ સરકાર પોતાની કંપનીઓને વેચવાની હજુ યોજનાઓ જ બનાવી રહી છે. આને કહેવાય તક ચુકવાની કળા.આ જો તૂ મોટી ઓફિસો જોઇ રહ્યો છે નોર્થ બ્લોકમાં ત્યાં આ કળાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે.
વિક્રમઃ સરકારે તો લાખો કરોડોની સરકારી સંપત્તિ વેચવાનો એટલે કે એસેટ મોનેટાઇઝેશનનો પ્લાન પણ બનાવ્યો હતો ને..?
વેતાળઃ હાં..હાં..હા..તું મારો જવાબ ના સમજ્યો કે પછી જાણી જોઇને વાત વધારવાની કોશિશ કરી રહ્યો છે?
વિક્રમઃ અરે આમ ગુસ્સે કેમ થાય છે? પૂછી રહ્યો છું કે હવે સરકાર શું કરશે?
વેતાળઃ અરે…કરશે શું..આવતા વર્ષનું નવું લક્ષ્ય બતાવશે અને પાછલા વર્ષનું ભૂલી જશે. અરે ભઇ..આ જ તો છે ભારતનું બજેટ..
વિક્રમઃ પરંતુ સરકારી કંપની ન વેચાવાથી કમાણીમાં જે ઘટાડો થયો છે તેનું શું થશે? આ ખોટ કેવી રીતે પૂરાશે?
વેતાળઃ અરે યાર..તારામાં બુદ્ધિ છે કે નહીં..ખોટથી કોને ફરક પડે છે? સરકાર દેવું કરશે અને ચૂંટણી લડશે..
વિક્રમઃ પરંતુ લોન અને શાખ..?
વેતાળઃ બે..બસ..બસ..હવે તુ આવી ગયો તારી જુની આદત પર…હવે હું જઇ રહ્યો છું..મુંબઇમાં મારે વેતાળોની મીટિંગમાં જવાનું છે….
વિક્રમઃ અરે..વેતાળ સાંભળ…સાંભળ..કાલે મળીશને..?
વેતાળઃ હાં…હાં..મળીશ..મળીશ..નાઇટ સ્ટે આ જ ઝાડ પર છે મારો…
વિક્રર વેતાળના આવા જ સવાલ જવાબમાં જ્ઞાન સાથે નોલેજ મેળવવા માટે વાંચતા રહો વિક્રર વેતાળની બજેટની વાર્તા