Budget 2022: આવકવેરા પર મુક્તિ મર્યાદા વધારવાની અપેક્ષા, 80C હેઠળ કપાતની મર્યાદામાં પણ થઈ શકે છે વધારો
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હશે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે.
Budget 2022: 1 ફેબ્રુઆરીએ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હશે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. આ દરમિયાન, કેપીએમજીએ ભારતમાં પ્રી-બજેટ સર્વે હાથ ધર્યો છે. તેમાં સામે આવ્યું છે કે મોટાભાગના લોકો (64 ટકા) માને છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2022-23માં મૂળભૂત આવકવેરાની મુક્તિ મર્યાદા વર્તમાન 2.5 લાખ રૂપિયાથી વધારી દેવામાં આવશે.
ટેક્સ ફ્રી એલાઉન્સની પણ થઈ શકે છે જાહેરાત
સર્વેમાં સામેલ 36 ટકા લોકો માને છે કે 80-C હેઠળ કપાતની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારી દેવામાં આવશે. જ્યારે, 19 ટકા માને છે કે પગારદાર લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વર્તમાન 50,000 રૂપિયાથી વધારી શકાય છે.
સર્વેના 16 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે બજેટમાં ઘરેથી કામ કરવાની જોગવાઈ હેઠળ પગારદાર લોકો માટે ઈન્ટરનેટ કનેક્શન, ફર્નિચર અને ઈયરફોનને ધ્યાનમાં રાખીને ટેક્સ ફ્રી એલાઉન્સ ઉપલબ્ધ કરવામાં આવી શકાય છે.
કોર્પોરેટ ટેક્સમાં પણ ફેરફાર થવાની અપેક્ષા
ભારતમાં KPMGનો પ્રી-બજેટ સર્વે જાન્યુઆરી 2022માં કરવામાં આવ્યો હતો. કંપનીના આ સર્વેમાં 200 જેટલા ફાઇનાન્સ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. આમાં, 64 ટકા લોકોએ કહ્યું કે તેઓ એક વર્ષમાં મૂળભૂત IT મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.
સર્વેમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ 2019-20થી સ્થાનિક કંપનીઓ માટે કોર કોર્પોરેટ ટેક્સ 22 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યો છે, વિદેશી કંપનીઓ અને સ્થાનિક કંપનીઓને લાગુ પડતા દર વચ્ચેનું અંતર વધી ગયું છે.
હાલમાં, વિદેશી કંપનીઓની ભારતીય શાખાઓ 40 ટકાના દરે કોર્પોરેટ ટેક્સ આકર્ષે છે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે મોટાભાગના ઉત્તરદાતાઓ માને છે કે 2019માં દર ઘટાડા પછી ભારતીય શાખાઓ માટે લાગુ પડતા દરમાં પણ ઘટાડો કરવાની જરૂર છે. આનાથી ભારતને વૈશ્વિક સ્તરે રોકાણનું વધુ સારું ક્ષેત્ર બની રહેવામાં મદદ મળશે, એમ સર્વેમાં જણાવાયું છે.
તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે સરકારને સૂચન કર્યું છે કે નોકરીયાત અને સામાન્ય લોકોને રાહત આપવા માટે આવનારા બજેટમાં ચાર ટેક્સ રેટનું સરળ આવકવેરા માળખું લાગુ કરવામાં આવે અને અલગ- અલગ સેસ અને સરચાર્જ નાબૂદ કરવમાં આવે. તેમણે કહ્યું કે તે રાજ્યો માટે પણ યોગ્ય રહેશે. ગર્ગે એમ પણ કહ્યું હતું કે નાણા પ્રધાન માટે મુખ્ય ચિંતા 2022-23ના બજેટમાં રાજકોષીય ખાધને સામાન્ય સ્તરે લાવવાની સાથે સાથે વધતી જતી ખાદ્ય અને ખાતર સબસિડીને નિયંત્રિત કરવાની રહેશે.
આ પણ વાંચો : Dubai Textile Expo: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈ ખાતે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય ટેક્સ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન
આ પણ વાંચો : ઓટો સેક્ટરમાં એન્ટ્રી માટે તૈયાર ગૌતમ અદાણી, Electric Vehicleમાં મચાવશે તહેલકો, ટાટા અને અંબાણીને આપશે ટક્કર