BUDGET 2021: કોમોડિટી માર્કેટ, જવેલરી અને કોટન સેકટરની શું છે અપેક્ષાઓ? જાણો અહેવાલમાં

દેશનું બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનની માર સહન કરનાર દેશવાસીઓને નાણાં પ્રધાન પાસે ઘણી અપેક્ષાઓ છે. કોમોડિટી ક્ષેત્રની પણ પોતાની માંગ છે.

BUDGET 2021: કોમોડિટી માર્કેટ, જવેલરી અને કોટન સેકટરની શું છે અપેક્ષાઓ? જાણો અહેવાલમાં
BUDGET 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 22, 2021 | 4:49 PM

BUDGET 2021 : દેશનું બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનની માર સહન કરનાર દેશવાસીઓને નાણાં પ્રધાન પાસે ઘણી અપેક્ષાઓ છે. કોમોડિટી ક્ષેત્રની પણ પોતાની માંગ છે. કોરોના કટોકટીમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રએ ઘણું સહન કર્યું છે, આવી સ્થિતિમાં તેઓ નાણાં પ્રધાન પાસેથી ક્ષેત્ર માટે ખાસ રાહત અને યોજનાની અપેક્ષા રાખી રહ્યા છે. કોમોડિટી ડેરિવેટિવ માર્કેટમાં વેપારને પ્રોત્સાહિત કરવા માટેCTT દૂર કરવા સહીતની માંગ કરવામાં આવી રહી છે.

જવેલરી સેક્ટર આ ક્ષેત્રની માંગ છે કે ઝવેરાતની ખરીદી પર EMI લાવવામાં આવે સાથે કેશબેક યોજના લાગુ પડાય. પાનની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ કરવાની આશા છે. સોનાની આયાત પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની માંગ છે. સેક્ટરનું માનવું છે કે PMLAમાં વધુ સ્પષ્ટતા લાવવાની જરૂર છે. ઝવેરાત પર કેપિટલ ગેઇન ટેક્સમાં છૂટ હોવી જોઈએ. આ ઉપરાંત જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે પણ GST ઘટાડવો જોઇએ. રોજની રોકડ ખરીદી મર્યાદા વધારીને 1 લાખ કરવાની માંગ કરવામાં આવી છે.

કોમોડિટી માર્કેટ કોમોડિટી માર્કેટમાં આગામી બજેટથી વધુ અપેક્ષાઓ અને માગ છે. ક્ષેત્રની અપેક્ષા છે કે કોમોડિટીમાં લીકવીડિટી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લીકવીડિટીમાં વધારો થવાથી ચીજવસ્તુઓના હેજિંગમાં વધારો થશે. CTTના મોરચે છૂટની માંગ કરવામાં આવે છે જેનાથી વેપારમાં વધારો થશે. આ ઉપરાંત, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રોત્સાહન આપવું જોઈએ. કોમોડિટી પાલનને વધુ સરળ બનાવવું જોઈએ અને ડેરિવેટિવ્ઝ સાથે હાજર બજારને પણ પ્રોત્સાહન આપવું જોઈએ.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

કોટન સેક્ટર કોટન સેક્ટર પણ આવતા મહિને આવતા બજેટથી વધુ અપેક્ષાઓ રાખે છે. કપાસની નિકાસ પર ડ્યુટી ડ્રો બેકની માંગ કરવામાં આવી છે. ડ્યૂટી ડ્રો બેક મળવાના કારણે કપાસની નિકાસમાં વધારો થશે. સારા ઉપજને કારણે દેશમાં કપાસનો પાક વધ્યો છે. કપાસ પરના જીએસટીમાં RCM હટાવવું જોઈએ. કપાસનું ઉત્પાદન હાલમાં ભારતમાં ઓછું છે. ખેડુતોને કપાસની ઉપજમાં વધારો કરવામાં મદદ કરવી જોઇએ. ઉપજ વધારવા માટે, સારી ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ થવા જોઈએ. વેરહાઉસને પ્રોત્સાહન આપવા માટે આ પગલું જરૂરી છે. આ સાથે સ્પિનિંગ મિલોને પ્રોત્સાહન આપવા સબસિડી પૂરી પાડવી જોઇએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">