BUDGET 2021: બજેટ બાદ SENSEXમાં 2,000 અને NIFTYમાં 563 અંક સુધીનો ઉછાળો નોંધાયો
BUDGET 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સંસદમાં બજેટ ભાષણ સમાપ્ત થઈ ગયું છે. બજેટમાં કોઈ નવા ટેક્સ સ્લેબની ઘોષણા કરવામાં આવી નથી. મોદી સરકારના કાર્યકાળનું આ નવમું બજેટ હતું.

BUDGET 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સંસદમાં બજેટ ભાષણ સમાપ્ત થઈ ગયું છે. બજેટમાં કોઈ નવા ટેક્સ સ્લેબની ઘોષણા કરવામાં આવી નથી. મોદી સરકારના કાર્યકાળનું આ નવમું બજેટ હતું. બજેટ ભાષણ પછીનું માર્કેટ રેકોર્ડ સ્પીડથી વધ્યું છે. બીએસઈ સેન્સેક્સ 2,020 પોઈન્ટના વધારા સાથે 48,306.59 પર નોંધાયો હતો. બેન્કિંગના સેક્ટર તેજીમાં મોખરે છે. નિફ્ટીનો બેંક ઈન્ડેક્સ 7.21%ની મજબૂતી સાથે 32,768.70 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની 12% વૃદ્ધિ સાથે લીડ કરે છે. આજે નિફ્ટી ઈન્ડેક્સ 563 અંકના વધારા સાથે 14,198.40 પર કારોબાર કરી રહ્યો છે.
વીમા શેરોમાં મોટો વધારો
સરકાર વીમા અધિનિયમ 1938માં સુધારો કરશે. આ અંતર્ગત, વીમા કંપનીઓમાં FDI મર્યાદા 49%થી વધારીને 74% કરવાની જાહેરાત કરવામાં આવી છે. એચડીએફસી લાઈફના શેરમાં 5.2.%, એસબીઆઈ લાઇફ 3.8% અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યુરન્સના શેરમાં 6.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ગેસ કંપનીઓ વધી નાણાં પ્રધાને કહ્યું કે સરકાર સિટી ગેસ વિતરણ અંતર્ગત દેશના 100 અન્ય શહેરોને જોડશે. આ સાથે ઈન્દ્રપ્રસ્થ ગેસનો શેર 2.5% અને મહાનગર ગેસનો શેર 1.8% વધીને કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચો: Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત
Latest News Updates





