Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021-22ના બજેટ (Union Budget)ને રજૂ કરતા, સસ્તા મકાન ખરીદનારાઓને માટે રાહતના સમાચાર આપ્યા છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાંકીય વર્ષ 2021-22ના બજેટ (Union Budget)ને રજૂ કરતા, સસ્તા મકાન ખરીદનારાઓને માટે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, હવે બેંકથી લોન લઈને સસ્તા મકાન (Affordable Housing) ખરીદવાવાળાઓને ટેક્સમાં 1.5 લાખ રુપિયાની છુટની મર્યાદા એક વર્ષ વધારવામાં આવી રહી છે.
જેનો મતલબ એ છે કે, સસ્તા ઘર ખરીદવાને માટે હોમ લોન પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ અવધી હવે 31 માર્ચ 2022 સુધીની થઈ ગઈ છે. જો તમે આગામી વર્ષ 31 માર્ચ સુધી હોમ લોન લઈ શકો છો તો ટેક્સ પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ મેળવવાની સુવિધા મળી શકશે. આ ઉપરાંત પણ નાણા પ્રધાને પ્રવાસી શ્રમીક વર્ગ માટે પણ સસ્તા દરો પર ભાડાના મકાન ઉપલબ્ધ કરવા માટેની યોજનાનું એલાન કર્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, તમામ લોકો માટે પોતાના ઘર અને સસ્તા દર પર ઘર ઉપલબ્ધ કરાવવાનું સરકારનું લક્ષ્ય છે. નાણાપ્રધાને આ ઘોષણાઓથી ઓછી આવક ધરાવનારા લોકોને મોટી રાહત મળી રહેશે.
આ પણ વાંચો: AHMEDABAD : નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપી કામ કરાશે, જેમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો સમાવેશ