AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે

FMCG કંપની બ્રિટાનિયાની ગુવાહાટી ફેક્ટરીના કુલ કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો 60 ટકા છે. દોશીએ કહ્યું કે અમે આ સંખ્યા વધારીને 65 ટકા કરીશું. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે કંપનીએ મહિલા સાહસિકો માટે 'સ્ટાર્ટઅપ ચેલેન્જ' શરૂ કરી દીધી છે.

બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે
Britannia મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:51 AM
Share

ભારતમાં કંપનીઓ કામના સ્થળે પુરુષો અને સ્ત્રીઓના યોગ્ય પ્રતિનિધિત્વ માટે પ્રયત્નશીલ છે. આ સંબંધમાં રોજિંદા ઉપભોક્તા સામાનનું ઉત્પાદન કરતી કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે(Britannia Industries) વર્ષ 2024 સુધીમાં તેના કર્મચારીઓમાં મહિલાઓ(Female employee)ની સંખ્યા 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.બ્રિટાનિયાની ગુવાહાટી ફેક્ટરીના કુલ કર્મચારીઓમાં મહિલાઓ(Women)નો હિસ્સો 60 ટકા છે જયારે કુલ કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો 38% છે. કંપની આ 38 ટકાના રેશીયોને આગળ વધારતા કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા સમાન બનાવવું પ્રયત્ન કરી રહી છે. આ વાડિયા ગ્રુપની કંપની છે. કંપનીનું મુખ્ય મથક કોલકાતામાં છે. કંપનીની વાર્ષિક આવક રૂ. 9,000 કરોડ છે. કંપની ગુડ ડે, ટાઈગર, ન્યુટ્રી ચોઈસ, મિલ્ક બિકીસ અને મેરી ગોલ્ડ બ્રાન્ડ નામો હેઠળ ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં બિસ્કિટ, બ્રેડ, કેક, રસ્ક અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

હાલ કંપનીના કુલ કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો 38% છે

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) અમિત દોશીએ જણાવ્યું હતું કે હાલમાં કંપનીના કુલ કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો 38 ટકા છે. “અમે કંપનીમાં સ્ત્રી -પુરુષ સમાનતાને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ”

ગુવાહાટી ફેક્ટરીમાં 60% મહિલાઓ

FMCG કંપની બ્રિટાનિયાની ગુવાહાટી ફેક્ટરીના કુલ કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો 60 ટકા છે. દોશીએ કહ્યું કે અમે આ સંખ્યા વધારીને 65 ટકા કરીશું. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે કંપનીએ મહિલા સાહસિકો માટે ‘સ્ટાર્ટઅપ ચેલેન્જ’ શરૂ કરી દીધી છે.

મહિલાઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ માટે Google સાથે જોડાણ કર્યું

અત્યાર સુધીમાં કંપનીએ 30 મહિલા સાહસિકોને રૂ.10-10 લાખની પ્રારંભિક મૂડી પ્રદાન કરી છે. આ રકમ મહિલા ઉદ્યોગ સાહસિકોને ઈ-કોમર્સ, ડિજિટલ સેવાઓ, મોબાઈલ વાન, આંખની સંભાળ અને બાળકોના શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દોશીએ કહ્યું કે કંપનીએ સમગ્ર દેશમાં મહિલાઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ માટે Google સાથે ભાગીદારી કરી છે.

આ બેંક એવી મહિલાઓને ફરી તક આપી રહી છે જેમણે નોકરી છોડી દીધી છે

એક્સિસ બેંક(AXIS Bank) એવી મહિલાઓ(Woman)ને નોકરીની તક આપી રહી છે જેમણે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેઓ ફરીથી નોકરી શરૂ કરવા માંગે છે. ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે ‘હાઉસવર્કઇઝવર્ક’ (HouseWorkIsWork) હેઠળ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત બેંક એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહી છે જેઓ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માંગે છે. આ પહેલ પાછળ મહિલાઓને આશ્વાસન આપવાનું છે કે તેઓ હજુ પણ નોકરીપાત્ર છે, તેમનામાં કૌશલ્ય છે અને બેંકમાં વિવિધ નોકરીઓ માટે યોગ્ય છે. એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને એચઆર હેડ રાજકમલ વેમપતિએ બેંકની એપોઇન્ટમેન્ટ સ્કીમ (હાઉસવર્કઇઝવર્ક) વિશે માહિતી આપી હતી કે જે મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કોઇ કારણોસર નોકરી છોડી ચૂકી છે અને હવે ફરીથી નોકરી લેવા માટે તૈયાર છે. હા, તેમને કામ પર પાછા લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : હાઉસ વાઈફ માટે રોકાણની તકો! આ 5 જગ્યાએ કરો રોકાણ અને મેળવો શાનદાર વળતર

આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત, SEBIએ OTM દ્વારા ચુકવણી માટે નિયમો સરળ કર્યા

g clip-path="url(#clip0_868_265)">