Breaking News : શેર બજારમાં જોવા મળી Exit Pollની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર જોવા મળ્યો ઉછાળો
Share market : ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલને બજારની સલામી મળી છે. બજાર ખુલતાની સાથે જ નવી ઉંચાઈના સંકેત દેખાઈ રહ્યા છે. એશિયા અને યુએસ તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. GIFT નિફ્ટીમાં 600થી વધુ પોઈન્ટનો અદભૂત વધારો જોવા મળ્યો હતો. રોકાણકારો લાભ ઉઠાવવાના મૂડમાં હોઈ શકે છે.
Stock Market : એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને મળી રહેલી જબરદસ્ત સફળતાની અસર આજે શેરબજાર પર જોવા મળી શકે છે. મોદી સરકારની હેટ્રિકની આશા રોકાણકારોને બજારમાં નાણાં રોકવા માટે મજબૂર કરશે. આવી સ્થિતિમાં આજે ‘મોદી સ્ટોક્સ’માં બમ્પર વધારો જોવા મળી શકે છે.
જો 4 જૂને આવનારી લોકસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલને અનુરૂપ હોય તો બજારમાં તેજી આવી શકે છે. આજે શરૂઆતમાં 54 કંપનીઓના શેર, જેને બ્રોકરેજ “મોદી સ્ટોક્સ” કહે છે, તે વધી શકે છે.
આમાં આજે બમ્પર વધારો જોવા મળી શકે છે
L&T, NTPC, NHPC, PFC, ONGC, IGL, મહાનગર ગેસ, અશોક લેલેન્ડ, અલ્ટ્રાટેક, L&T, બજાજ ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્સિયલ્સ, Zomato, DMart, Bharti Airtel, Indus Towers, Reliance Industries, HDFC બેંક, ICICI બેંક, Axis બેંક ઇન્ડસઇન્ડ બેંક.
#Sensex surges by 1981.49 points in early trade, while #Nifty up 800 points after #ExitPolls #ShareMarket #StockMarket #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/Ulv07UILxM
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2024
(Credit Source : @tv9gujarati)
આ મુખ્ય PSU શેર્સ પર નજર રાખો
એચએએલ, હિન્દુસ્તાન કોપર, નાલ્કો, ભારત ઈલેક્ટ્રોનિક્સ, સેઈલ, ભેલ, આરઈસી, એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ, પીએફસી, આઈઆરસીટીસી, પીએનબી, એસબીઆઈ, કેનેરા બેંક
શા માટે ઉછાળો આવશે?
આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ CLSAએ જણાવ્યું છે કે, PSU શેરોમાં વધારો જૂન અથવા જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. કારણ કે આવી જ પેટર્ન છેલ્લી બે ચૂંટણીઓમાં જોવા મળી હતી, જ્યારે ચૂંટણી પરિણામો પછી PSU શેરોમાં વધારો થયો હતો. બ્રોકરેજે જણાવ્યું હતું કે, “મોદી સ્ટોક્સ” એ નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને જો વર્તમાન સરકાર મજબૂત બહુમતી સાથે સત્તા પર પાછા આવશે તો આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે.