BPCL  Disinvestment : આ સરકારી કંપનીની વિનિવેશ યોજના પડતી મુકવી પડી, જાણો કારણ

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના માઇનિંગ જાયન્ટ વેદાંત ગ્રૂપ અને એપોલો ગ્લોબલ અને આઇ સ્ક્વેર્ડ કેપિટલએ BPCLમાં સરકારનો 53 ટકા હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. જોકે, બંને કંપનીઓ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં અસમર્થ રહી હતી

BPCL  Disinvestment : આ સરકારી કંપનીની વિનિવેશ યોજના પડતી મુકવી પડી, જાણો કારણ
BPCL Disinvestment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 8:08 AM

જાહેર ક્ષેત્રની કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ કંપનીના વિનિવેશને (Disinvestment) લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવી દીધી છે. સરકારે BPCLના ખાનગીકરણ(BPCL  Disinvestment)ની યોજનાને હાલ માટે હોલ્ડ ઉપર રાખ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે સરકારે 3 જૂન 2022 ના રોજ લખેલા પત્ર દ્વારા કંપનીમાં તેનો સંપૂર્ણ 53 ટકા હિસ્સો વેચવા માટે જારી કરાયેલ ટેન્ડરને રદ કરી દીધું છે. BPCLએ કહ્યું આવી સ્થિતિમાં ડેટા રૂમ સહિત ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી રહી છે. ત્રણમાંથી બે બિડર્સના દૂર થયા  બાદ સરકારે કંપની માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) પાછું ખેંચ્યું હતું.

BPCL એ ગયા વર્ષે એપ્રિલમાં એક વર્ચ્યુઅલ ડેટા રૂમ ખોલ્યો હતો. જેમાં કંપનીની મોટાભાગની નાણાકીય માહિતી હતી. જે યોગ્ય બિડરોએ ગોપનીયતા અન્ડરટેકિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. વધારાના ગોપનીયતા કરાર પર હસ્તાક્ષર કર્યા પછી બિડર્સ માટે કંપનીની વ્યાવસાયિક રીતે સંવેદનશીલ માહિતી ધરાવતો ડેટા રૂમ પણ ખોલવામાં આવ્યો હતો.

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના માઇનિંગ જાયન્ટ વેદાંત ગ્રૂપ અને એપોલો ગ્લોબલ અને આઇ સ્ક્વેર્ડ કેપિટલએ BPCLમાં સરકારનો 53 ટકા હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. જોકે, બંને કંપનીઓ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં અસમર્થ રહી હતી અને પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિભૂત ઇંધણમાં રસ ઘટવાને કારણે બિડમાંથી ખસી ગઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

BPCL એ ઈન્ડિયન ઓઈલ પછી ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની છે અને મુંબઈ, કોચી અને મધ્યપ્રદેશમાં રિફાઈનરીઓ સાથે, તે રિલાયન્સ અને ઈન્ડિયન ઓઈલ પછી ત્રીજી સૌથી મોટી રિફાઈનિંગ ક્ષમતા ધરાવે છે.

BPCL એ જાહેર ક્ષેત્રની ઇંધણ રિટેલર કંપની છે જે પેટ્રોલ અને ડીઝલના બજારમાં 90 ટકા સુધી પ્રવેશ છે. આ કંપની ઓછી કિંમતે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરે છે. આ કારણે રિલાયન્સ-બીપી, રોઝનેફ્ટની કંપની નાયરા અને શેલ જેવી ઘણી મોટી કંપનીઓએ તેમનું તેલ ખોટમાં વેચવું પડે છે. જો આ કંપનીઓ મોંઘી કિંમતે તેલની કિંમત લેશે તો તેમને બજારમાંથી બહાર કરી દેવાનો ભય છે.

2010માં પેટ્રોલની કિંમતો અને 2014માં ડીઝલની કિંમતો નિયંત્રણમુક્ત કરવામાં આવી હતી, પરંતુ સરકાર બંને ઇંધણના ભાવ નિર્ધારણમાં તેની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. તેના કારણે પણ કંપનીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">