વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ
સરકાર ટૂંક સમયમાં સંસદમાં બેંકિંગ (સુધારા) બિલ રજૂ કરશે. કેબિનેટમાંથી મંજૂરી મળવાનું લગભગ નિશ્ચિત છે. આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા છે.
Bank Privatization: સરકાર ટૂંક સમયમાં સંસદમાં બેંકિંગ (સુધારા) બિલ (Banking (Amendment) Bill) રજૂ કરશે. કેબિનેટમાંથી મંજૂરી મળવાનું લગભગ નિશ્ચિત છે. આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા છે. સરકારે જાહેર ક્ષેત્રની (Public sector) બે બેંકોનું ખાનગીકરણ (Bank Privatization) કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર આ બિલને કાયદાકીય સ્વરૂપ આપવા માટે સંસદમાં લાવશે.
આમાં બેંકિંગ સંબંધિત બે કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેના દ્વારા સરકાર પોતાનો હિસ્સો વેચી શકશે. સરકાર આગામી સપ્તાહે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં કાયદામાં ફેરફારને મંજૂરી આપવાની યોજના ધરાવે છે. જે બાદ તેને સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. અને ચાલુ શિયાળુ સત્ર દરમિયાન તેને પાસ કરાવવાની યોજના છે.
સરકાર આ નાણાકીય વર્ષમાં પ્રક્રિયા શરૂ કરવા માંગે છે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. એટલે કે સંસદમાંથી મંજૂરી મેળવવી, એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જારી કરવી, RFP જારી કરવી, આ પ્રક્રિયાઓ થવી જોઈએ. પછી ભલેને ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવતા વર્ષ સુધીનો સમય લાગે.
સરકારે આ બે બેંકોના નામની ભલામણ કરી દીધી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવનાર છે. તેમાંથી ઈન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank)મુખ્ય દાવેદાર છે. તેની સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું (Central Bank of India) નામ પણ તેમાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ સત્ર દરમિયાન રજૂ થનારા 26 બિલોમાંથી એક છે.
સરકારે આ વર્ષના બજેટમાં ખાનગીકરણની જાહેરાત કરી હતી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment) અને ખાનગીકરણ (Privatization) માટે રૂ. 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. આ સિવાય LIC IPO લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સરકાર BPCLમાં પોતાનો હિસ્સો વેચીને પણ ભંડોળ એકત્ર કરશે.
બીજી તરફ, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ કહ્યું કે તે બેંકોના ખાનગીકરણનો વિરોધ કરશે. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે સરકાર આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણને લગતું બિલ રજૂ કરશે. તેમનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. જો સરકાર ખાનગીકરણ કરશે તો પ્રાથમિકતા ક્ષેત્રને સરળતાથી લોન નહીં મળે.
આ પણ વાંચોઃ
Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ
આ પણ વાંચોઃ