AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonus Share : આ કંપની દરેક શેર પર 4 બોનસ શેર આપવા જઈ રહી છે, 3 વર્ષમાં શેરમાં 841% નો વધારો થયો

Bonus Share : કોલસાના વ્યવસાય સાથે જોડાયેલી એક કંપની પોતાના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. આ કંપની અનમોલ ઈન્ડિયા છે. કંપનીના બોર્ડે રોકાણકારોને 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપી છે.

Bonus Share : આ કંપની દરેક શેર પર 4 બોનસ શેર આપવા જઈ રહી છે, 3 વર્ષમાં શેરમાં 841% નો વધારો થયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:05 AM
Share

Bonus Share : કોલસાના વ્યવસાય સાથે જોડાયેલી એક કંપની પોતાના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. આ કંપની અનમોલ ઈન્ડિયા(Anmol India Ltd) છે. કંપનીના બોર્ડે રોકાણકારોને 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપી છે. એટલે કે, કંપની રાખેલા દરેક શેર માટે 4 બોનસ શેર આપશે. અનમોલ ઈન્ડિયાએ બોનસ શેરની રેકોર્ડ તારીખ નક્કી કરવાની બાકી છે. શુક્રવારે BSE પર કંપનીનો શેર(Anmol India Ltd Share Price) રૂ. 246.10 પર બંધ થયો હતો. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 121.15 છે.

3 વર્ષમાં શેર 843% વધ્યા

અનમોલ ઈન્ડિયાનો શેર 29 જૂન, 2020 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 26.10 પર હતો. BSE પર 2 જૂન, 2023ના રોજ કંપનીના શેર રૂ.246.10 પર બંધ થયા છે. કંપનીના શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 843% વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 3 વર્ષ પહેલા કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેર વેચ્યા ન હોય, તો આ શેરની કિંમત હાલમાં રૂ. 9.43 લાખ હશે.

આ વર્ષે અત્યાર સુધીમાં શેર 64% વધ્યા છે

અનમોલ ઈન્ડિયાના શેર આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 64% વધ્યા છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીના શેર રૂ. 150.40 પર હતા. અનમોલ ઈન્ડિયાનો શેર 2 જૂન, 2023ના રોજ BSE ખાતે રૂ. 246.10 પર બંધ થયો હતો. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં, અનમોલ ઇન્ડિયાના શેરમાં લગભગ 61% નો ઉછાળો આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 370.13 કરોડ રહી છે, જ્યારે કંપનીએ રૂ. 4.43 કરોડનો નફો કર્યો છે.

બોનસ શેર શું છે?

બોનસ શેર એવા શેરધારકોને આપવામાં આવે છે જેઓ પહેલાથી જ તે કંપનીના શેર ધરાવે છે. બોનસ એટલે એક પ્રકારના વધારાના શેર કે જે કંપની તેના શેરધારકોને ઇસ્યુ  કરે છે અને મફતમાં આપે છે.

બોનસ શેર મેળવવા પર રોકાણકારોએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ કંપનીના લાંબા ગાળાના શેરધારકો માટે ફાયદાકારક છે જેઓ તેમના રોકાણમાં વધારો કરવા માંગે છે. બોનસ શેર કંપનીની કામગીરીમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે કારણ કે કંપની દ્વારા રોકડનો ઉપયોગ બિઝનેસ વધારવા માટે કરવામાં આવે છે.

ઉપરાંત જ્યારે કંપની ભવિષ્યમાં ડિવિડન્ડ જાહેર કરશે ત્યારે રોકાણકારને વધુ ડિવિડન્ડ મળશે કારણ કે તે હવે બોનસ શેરને કારણે કંપનીમાં મોટી સંખ્યામાં શેર ધરાવે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">