રોજગાર ક્ષેત્રે રાહતના સમાચાર, આગામી 6 મહીનામાં ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે વધી શકે છે નોકરીઓ

TV9 GUJARATI

|

Updated on: Aug 25, 2021 | 11:52 PM

કોરોનાની બીજી લહેર પછી ટ્રાફિકની હિલચાલમાં સુધારો થયો છે અને આર્થિક પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. આ જ કારણ છે કે બ્લુ-કોલર નોકરીઓમાં 50 ટકાની નજીકનો ઉછાળો આવ્યો છે. સૌથી વધુ નોકરીની માંગ મહારાષ્ટ્રમાંથી આવી છે.

રોજગાર ક્ષેત્રે રાહતના સમાચાર, આગામી 6 મહીનામાં ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે વધી શકે છે નોકરીઓ
File Image

Follow us on

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી (Corona Virus)ને કાબુમાં કરવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ધીમે ધીમે હળવા થઈ રહ્યા છે. આ સાથે માર્કેટમાં પણ તેજી જોવા મળી છે. બજારોને ધીમી ગતીએ વેગ મળવા લાગ્યો છે. સાથે જ રોજગાર વધવાની સંભાવના દેખાઈ રહી છે. કારખાનાઓમાં કામ કરતા કામદારોની માંગ આ વર્ષના બીજાભાગમાં વધવાની ધારણા છે. મુખ્યત્વે ઓદ્યોગિકકૃત ચાર રાજ્યો- મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં આવા કામદારોની માંગ વધવાની શક્યતા છે.

‘બ્લુ કોલર’ નોકરીઓ એટલે કે કામ કરતા કામદારો માટેના એક ટેકનોલોજી પ્લેટફોર્મના એક રિપોર્ટ અનુસાર  2021ના ​​બીજા ભાગમાં એટલે કે આવતા છ મહીનામાં ફેક્ટરીઓ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા કામદારો માટે 70 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. જે આ વર્ષના પહેલા છ મહીના કરતા આ 50 ટકા વધુ હશે. આ કેટેગરીમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રોજગારી સર્જનની બાબતમાં અગ્રેસર રહેશે. અહેવાલમાં જણાવાયું છે કે કુલ રોજગાર સર્જનમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહેશે. મહારાષ્ટ્ર કુલ કામદારોની માંગમાં 17 ટકા યોગદાન આપશે.

બ્લુ કોલર જોબ્સ પર સૌથી વધુ અસર

કોવિડ મહામારીની શરૂઆતથી દેશમાં રોજગારીમાં મોટો ઘટાડો થયો છે. સૌથી વધુ નુકસાન ‘બ્લુ-કોલર’ એટલે કે કારખાનાઓમાં કામ કરતા કામદારોને થયું. રિપોર્ટ અનુસાર કોવિડ -19 મહામારીની બીજી લહેરની નોકરીઓ પર અસર એટલી ગંભીર નહોતી જેટલી પ્રથમ લહેર વખતે થઈ હતી. નોકરીની એકંદર માંગમાં નજીવો વધારો થયો હતો. રોજગારીની માંગ ટૂંક સમયમાં કોવિડ -19ના પહેલાના સ્તર સુધી પહોંચવાની અપેક્ષા છે.

ડ્રાઈવરો અને સુરક્ષા કર્મચારીઓની નોકરી પર સૌથી વધુ અસર

મહામારીની બીજી લહેરમાં ડ્રાઈવર અને સુરક્ષા કર્મચારીઓ જેવા વર્ગો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. બીજી લહેરમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરની તુલનાએ ડ્રાઈવરની નોકરીઓમાં 40 ટકા, સુવિધા કર્મચારીઓમાં 25 ટકા અને સુરક્ષા કર્મચારીઓમાં 40 ટકા ઘટાડો થયો  હતો. જ્યારે માલ પહોંચાડવાના કામમાં રોકાયેલા જુદા જુદા કામદારોના વર્ગમાં ત્રિમાસિક ધોરણે 175 ટકાનો વધારો થયો હતો. આમાં લોજિસ્ટિક્સ, આરોગ્ય સેવાઓ, ઈ-કોમર્સ અને રિટેલમાં રોજગારીની તકો વધી છે.

ત્રીજી લહેર દરમિયાન ડિલિવરી જોબને અસર નહીં થાય

નિષ્ણાંતોના મતે જો ત્રીજી લહેર આવશે તો પરિવહન, વિવિધ સુવિધા આપતાં કર્મચારીઓ, સુરક્ષા અને રીટેલ ક્ષેત્રમાં 25થી 50 ટકાની નકારાત્મક અસર પડશે, જ્યારે ડિલિવરી ક્ષેત્રમાં કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો : કંગાળ અફઘાનિસ્તાનના પેટાળમાં ધરબાયેલો છે અમૂલ્ય ખજાનો , તાલિબાનીઓને પાછલા બારણે મદદ કરી કોણ ઉલેચવા માંગે છે અઢળક સંપત્તિ?

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati