AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરદાતાઓને મોટી રાહત! GST રિટર્ન માટે હવે CA ઓડિટની જરૂર નહિ , જાણો વિગતવાર

હવે 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and Services Tax) કરદાતાઓ તેમના વાર્ષિક રિટર્નનું સ્વ-પ્રમાણિત(Self Certify) કરી શકશે. એટલે કે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ(Chartered Accountants) પાસેથી ફરજિયાત ઓડિટ પ્રમાણપત્ર મેળવવાની જરૂર રહેશે નહીં.

કરદાતાઓને મોટી રાહત! GST રિટર્ન માટે હવે CA ઓડિટની જરૂર નહિ , જાણો વિગતવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 6:54 AM
Share

કરદાતાઓ માટે રાહતના સમાચાર છે. હવે તમારે ઇન્કમટેક્સ રિટર્ન માટે CA અથવા ટેક્સ કન્સલ્ટન્ટની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. સરકારના આદેશ અનુસાર હવે 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and Services Tax) કરદાતાઓ તેમના વાર્ષિક રિટર્નનું સ્વ-પ્રમાણિત(Self Certify) કરી શકશે. એટલે કે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ(Chartered Accountants) પાસેથી ફરજિયાત ઓડિટ પ્રમાણપત્ર મેળવવાની જરૂર રહેશે નહીં. આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ પણ સૂચનાઓ જારી કરી છે.

સરકારે વેપારીઓને મોટી રાહત આપી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ તમામ એકમોએ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને છોડીને વાર્ષિક રિટર્ન GSTR-9/9A દાખલ કરવું ફરજિયાત છે. નોંધપાત્ર છે કે 5 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GSTR-9C ફોર્મમાં વિગતો સબમિટ કરવી જરૂરી હતી. માહિતીના ઓડિટ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આ વિગતની ચકાસણી કરવામાં આવે છે.

GST નિયમોમાં સુધારો CBIC ના નોટિફિકેશન મુજબ GST ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ વાર્ષિક રિટર્ન સાથે સ્વ-પ્રમાણિત વિગતો આપવી પડશે. હવે આ માટે CA નું પ્રમાણપત્ર જરૂરી રહેશે નહીં.

હજારો કરદાતાઓને રાહત મળશે એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સંચાલક રજત મોહને કહ્યું કે સરકારે વ્યવસાયિક રીતે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાસેથી જીએસટી ઓડિટની જરૂરિયાત દૂર કરી છે. હવે કરદાતાઓએ પોતાની ચકાસણી કરીને વાર્ષિક રિટર્ન અને સમાધાનની વિગતો રજૂ કરવી પડશે. તેમણે કહ્યું કે આનાથી હજારો કરદાતાઓને અનુપાલનના મોરચે રાહત મળશે પરંતુ જાણી જોઈને અથવા અજાણતા વાર્ષિક રિટર્નમાં ખોટી વિગતો મુશ્કેલી સર્જી શકે છે.

GST કલેક્શન ફરી એકવાર 1 લાખ કરોડને પાર પહોંચ્યું જુલાઈ મહિનામાં 1 લાખ 16 હજાર 393 કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી સરકારી તિજોરીમાં આવ્યા હતા. જુલાઈ 2020 ની સરખામણીમાં તેમાં 33 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2021 ના GST કલેક્શનમાં રાજ્ય GST (SGST) 28541 કરોડ, સેન્ટ્રલ GST (CGST) 22197 કરોડ અને IGST 57864 કરોડ છે. IGST માં 27,900 કરોડ આયાતની મદદથી આવ્યા છે અને 7,790 કરોડ સેસમાંથી આવ્યા હતા જેમાંથી 815 કરોડ આયાતી માલ પર સેસથી આવ્યા છે એટલે કે હવે અર્થતંત્રમાં સુધારો થતો જણાય છે.

આ પણ વાંચો :  SBI એ ગ્રાહકોને આપી ચેતવણી : જો રાખશો લાપરવાહી તો જીવનભરની કમાણી આંખના પલકારામાં થઈ જશે ડૂલ , જાણો શું છે મામલો

આ પણ વાંચો : IPO Allotment Status : Vijaya Diagnostic Centre IPOના શેરની થશે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">