SBI એ ગ્રાહકોને આપી ચેતવણી : જો રાખશો લાપરવાહી તો જીવનભરની કમાણી આંખના પલકારામાં થઈ જશે ડૂલ , જાણો શું છે મામલો
જો કે ડિજિટલ વિશ્વમાં દરેક વસ્તુની જેમ, સિક્કાની બે બાજુઓ છે. એક તરફ ડિજિટલ સેવાઓએ આપણું જીવન બદલી નાખ્યું છે તો બીજી બાજુ ડિજિટલ છેતરપિંડીના કેસો પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
સમયની સાથે આપણે બધાએ ઘણી પ્રગતિ કરી છે. ડિજિટલ વર્લ્ડના આ યુગમાં આપણું મોટાભાગનું કામ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી પૂર્ણ થઈ રહ્યું છે. જૂના સમયને પાછળ છોડીને હવે આપણે આપણા મોબાઈલ ફોન અથવા લેપટોપથી આપણા કોઈપણ નાના -મોટા કામોને ગમે ત્યાં કોઈપણ સમયે પૂર્ણ કરી શકીએ છીએ. બેંક સંબંધિત કામ ટિકિટ બુકિંગ, હોટેલ બુકિંગ, મહત્વના દસ્તાવેજો, બિલ ચુકવણી, રિચાર્જ, ઈન્સ્યુરન્સ રિન્યુઅલ, લોન ચુકવણી, ગેસ સિલિન્ડર બુકિંગ અને અન્ય ઘણા મહત્વના કાર્યો મિનિટોમાં પુરા કરવામાં આવે છે. જો કે ડિજિટલ વિશ્વમાં દરેક વસ્તુની જેમ, સિક્કાની બે બાજુઓ છે. એક તરફ ડિજિટલ સેવાઓએ આપણું જીવન બદલી નાખ્યું છે તો બીજી બાજુ ડિજિટલ છેતરપિંડીના કેસો પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
क्या आपके इनबॉक्स में ऐसे लिंक प्राप्त हो रहे हैं? इनको क्लिक न करें! ऐसे फ़िशिंग लिंकों पर क्लिक करने से आपको परिश्रम से अर्जित अपने धन की हानि हो सकती है। सावधान रहें। क्लिक करने से पूर्व विचार करें!#ThinkBeforeYouClick #StayAlert #StaySafe #CyberSafety pic.twitter.com/MJR60UhWEr
— State Bank of India (@TheOfficialSBI) September 1, 2021
ઓનલાઈન છેતરપિંડીમાં ચિંતાજનક સ્તરે વધારો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી અથવા ઓનલાઈન ફિશિંગ સામે ચેતવણી આપી છે. તમને જણાવી દઈએ કે એસબીઆઈ પોતાના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી અથવા ઓનલાઈન ફિશિંગથી દૂર રહેવા માટે સમય સમય પર ચેતવણી આપતી રહે છે. આ સંદર્ભમાં બેંકે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે. SBI એ ટ્વિટર પર લખ્યું, “શું તમારા ઇનબોક્સમાં આવી લિંક્સ આવી રહી છે? તેમના પર ક્લિક કરશો નહીં. આવી ફિશિંગ લિંક્સ પર ક્લિક કરવાથી તમારી મહેનતની કમાણી બરબાદ થઈ શકે છે. સાવચેત રહો, આવી લિંક્સ પર ક્લિક કરતા પહેલા વિચારો. જેમ આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઇન ઠગ સરળતાથી ભોળા લોકોને ફસાવો અને તેમના બચત ખાતામાં જમા તમામ નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે.
આ રીતે તમારું બેંકએકાઉન્ટ ખાલી થઈ જાય છે ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકો તમારા બેંકના ખાતામાંથી નાણાંની ચોરી કરે છે એટલું જ નહીં પણ તમારી અંગત માહિતી પણ મેળવે છે. અત્યારે કોઈ પણ કંપની કે બેંકના નામે એવી અસંખ્ય ગેંગ સક્રિય છે જે લોકોના મોબાઈલ ફોનની લિંક કેશબેક અને કિંમતી ભેટોની લાલચ આપીને મોકલે છે જેના પર ક્લિક કરીને તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. આ સિવાય ઘણી વખત આવી લિંક્સ પર ક્લિક કરતા પહેલા તેઓ તમારી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, એકાઉન્ટ નંબર, ઓટીપી માંગે છે અને પછી તમારી વ્યક્તિગત માહિતી લઈ તમારું બેંક ખાતું પણ ખાલી કરે છે. જ્યારે પણ તમે અથવા તમારા પરિચિતને કોઈ વ્યક્તિ ફોન પર કેશબેક અને મૂલ્યવાન ભેટોની લાલચ સાથે લિંક આવે છે ત્યારે તેના પર ક્લિક કરશો નહીં.
આ પણ વાંચો : IPO Allotment Status : Vijaya Diagnostic Centre IPOના શેરની થશે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
આ પણ વાંચો : Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !