IPO Allotment Status : Vijaya Diagnostic Centre IPOના શેરની થશે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે.

IPO Allotment Status : Vijaya Diagnostic Centre IPOના શેરની થશે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
IPO ALLOTMENT STATUS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:59 PM

જો તમે હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર(Vijaya Diagnostic centre)ના IPO માં પણ નાણાં રોક્યા છે તો હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. કંપનીનો IPO(Vijaya Diagnostic IPO) 1 થી 3 સપ્ટેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. વિજયા ડાયગ્નોસ્ટિક્સને લગભગ 4 ગણી સબ્સ્ક્રિપ્શન મળી હતી.

વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.

જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો. >> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું બજાર આજે ફરી રિકૉર્ડ ઉચાઇ પર બંધ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈ પર બંધ થયો છે. નિફ્ટી મિડકેપ પણ રેકોર્ડ ઉચાઇ પર બંધ રહ્યો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ આજે 166.96 અંક એટકે કે 0.29 ટકાના વધારા સાથે 58,296.91 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 54.20 અંક એટલે કે વધારાની સાથે 17,377.80 પર બંધ થયો છે.

આ પણ વાંચો :  Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

આ પણ વાંચો : શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">