Mutual Funds : હાઈ રિસ્કમાં મોટી કમાણી ! આ 5 સ્મોલ-કેપ ફંડ્સે રોકાણકારોને ધનવાન બનાવ્યા, 3 વર્ષમાં 31% સુધીનું રિટર્ન મળ્યું
તાજેતરના વર્ષોમાં સ્મોલ-કેપ ફંડ્સે મજબૂત પ્રદર્શન કર્યું છે. હાઇ રિસ્ક હોવા છતાં આ ફંડ્સે રોકાણકારોને 20% થી 31% સુધીનું અદભૂત વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે.
તાજેતરના વર્ષોમાં સ્મોલ-કેપ ફંડ્સે નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ ફંડ્સે રોકાણકારોને તેમની અપેક્ષા કરતાં વધુ રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા ફંડ્સે 20 ટકાથી લઈને 31 ટકા સુધીનું વાર્ષિક કમ્પાઉન્ડ રિટર્ન (CAGR) આપ્યું છે.
Bandhan Small Cap Fund
આ ફંડ છેલ્લા ત્રણ વર્ષથી ટોપ પર રહ્યો છે, જેણે રોકાણકારોને 30.58% નું વાર્ષિક રિટર્ન આપ્યું છે. આનો Expense Ratio માત્ર 0.42% છે અને AUM ₹1,97,254 કરોડ છે. કંપની તેના કુલ રોકાણના 89.01% ઇક્વિટી શેરમાં, ફક્ત 0.07% ડેટમાં અને 10.92% કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં રોકાણ કરે છે. બીજું કે, કંપની 228 શેરમાં રોકાણ કરે છે.
ITI Small Cap Fund
આ ફંડે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 3 વર્ષમાં 26.15% નું રિટર્ન આપ્યું છે. આનો Expense Ratio સૌથી ઓછો 0.22% છે અને ફંડ સાઇઝ ₹2,835 કરોડ છે. આ એક હાઇ રિસ્ક ધરાવતો ફંડ છે, તેથી તેણે છેલ્લા ત્રણ વર્ષમાં વધુ રિટર્ન આપ્યું છે.
કુલ રોકાણના 98.34% ઇક્વિટી શેરમાં, 0.27% ડેટમાં અને 1.39% કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં રોકાણ કરવામાં આવેલ છે. આ ફંડમાં રોકાણકારોના રૂપિયા 83 શેરમાં રોકાણ કરવામાં આવ્યા છે.
Invesco India Smallcap Fund
આ ફંડ ત્રીજા ક્રમે આવે છે. તેણે 3 વર્ષમાં 25.30 ટકા રિટર્ન આપ્યું છે. Expense Ratio 0.4 ટકા છે અને ફંડ સાઇઝ ₹8,720 કરોડ છે. રિસ્કોમીટર પર તેને ખૂબ જ Very High કેટેગરીમાં રાખવામાં આવેલ છે, જેનો અર્થ છે કે રોકાણ જોખમને આધીન છે.
કુલ રોકાણના 97.33 ટકા ઇક્વિટી શેરમાં અને 2.67 ટકા કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ ડેટમાં પણ રોકાણ કરે છે. રોકાણકારોના રૂપિયા કુલ 64 શેરમાં રોકાણ કરવામાં આવે છે.
Quant Small Cap Fund
આ ફંડ ચોથા ક્રમે છે. તેણે 3 વર્ષમાં 21.98% રિટર્ન આપ્યું છે. આનો Expense Ratio 0.75% છે અને ફંડ સાઇઝ ₹30,504 કરોડ પર છે. આ ફંડને પણ Very High કેટેગરીમાં રાખવામાં આવેલ છે.
કુલ રોકાણના 91.38% ઇક્વિટી શેરમાં, 0.54% ડેટમાં અને 8.08% કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં રોકાણ કરવામાં આવેલ છે. ઇક્વિટી શેરમાં રોકાણ કરાયેલી રકમ કુલ 94 શેરમાં રોકાણ કરવામાં આવે છે.
Nippon India Small Cap Fund
પાંચમા ક્રમે, આ સૌથી મોટો સ્મોલ-કેપ ફંડ છે. તેણે 3 વર્ષમાં 21.15% રિટર્ન આપ્યું છે. આનો Expense Ratio 0.63% છે અને ફંડ સાઇઝ ₹68,969 કરોડ છે. આ ફંડને પણ “Very High” કેટેગરીમાં રાખવામાં આવેલ છે.
કુલ રોકાણના 95.87% ઇક્વિટી શેરમાં, 0.02% ડેટમાં અને 4.11% કેશ અને કેશ ઇક્વિવેલેન્ટમાં રોકાણ કરવામાં આવેલ છે. ઇક્વિટીમાં રોકાણ કરેલી રકમ કુલ 237 શેરમાં રોકાણ કરવામાં આવે છે.
