Bank Strike: બેંક યુનિયનોની હડતાળ ટળી, 27 જૂને બંધ નહીં થાય કામકાજ, વાતચીત કરશે સંગઠન

TV9 GUJARATI

|

Updated on: Jun 23, 2022 | 10:34 PM

વાતચીત માટે આઈબીએ (IBA) અને બેંકિંગ સંસ્થાઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સમજૂતી મુજબ 1 જુલાઈએ બેંક સંગઠનોની અલગ અલગ માંગણીઓ પર વાતચીત કરવામાં આવશે. આ જાણકારી એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે આપી.

Bank Strike: બેંક યુનિયનોની હડતાળ ટળી, 27 જૂને બંધ નહીં થાય કામકાજ, વાતચીત કરશે સંગઠન
bank-Strike

બેંક યુનિયનોએ 27 જૂને પ્રસ્તાવિત હડતાલ મોકૂફ રાખી છે. યુનિયનોનું કહેવું છે કે તેઓ તેમની માંગણીઓ પર વાતચીત કરવા બેસશે અને વાતચીત દ્વારા બાબતને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમની માંગણીઓને લઈને બેંકના સંગઠનોએ 27 જૂનના રોજ કામ બંધ રાખવાનું આયોજન કર્યું હતું. પરંતુ ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) આ માંગણીઓ પર વિચાર કરવા તૈયાર છે, જેના પછી હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBA)માં બેંકોના નવ અલગ-અલગ યુનિયનોનો સમાવેશ થાય છે જે હડતાળ કરવાના હતા. અઠવાડિયામાં 5 દિવસ કામ અને પેન્શન જેવી માંગણીઓ માટે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. બેંકોના કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન સ્કીમને બદલીને ઓલ્ડ પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવા માંગે છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ હેઠળ દેશમાં 9 અલગ અલગ બેંકોના સંગઠનો છે. જેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ સામેલ છે. આ સંગઠનોએ પેન્શન અને અઠવાડિયામાં 5 દિવસ કામની માંગ સાથે હડતાળ પર જવાની ચેતાવણી આપી હતી. બેંક કર્મચારીઓની આ માંગણીઓ જૂની છે અને તેમનું કહેવું છે કે સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. બેંકોના સંગઠનો હડતાળ પર ઉતરી ચુક્યા છે અને 27મી જૂને પણ કામકાજ બંધ રાખવાનું પ્લાનિંગ બનાવવામાં આવ્યું હતું. પરંતુ હવે મંત્રણા દ્વારા બાબતને ઉકેલાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જે બાદ સંગઠનોએ હડતાળ મોકુફ રાખી છે.

1લી જુલાઈના રોજ થશે વાતચીત

વાતચીત માટે આઈબીઈ અને બેંકિંગ સંગઠનો વચ્ચે સમજૂતી થઈ છે. સમજૂતી મુજબ 1 જુલાઈએ બેંક સંગઠનોની અલગ અલગ માંગણીઓ પર વાતચીત કરવામાં આવશે. આ જાણકારી એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે આ માહિતી આપી અને કહ્યું કે માંગણીઓને લઈને મુખ્ય શ્રમ કમિશનરની અધ્યક્ષતામાં વાતચીત શરૂ કરવામાં આવશે. બેંક સંગઠનો અને યુનિયનોએ તમામ પેન્શનરોના પેન્શનમાં ફેરફારની માંગ કરી છે. બેંકોનું સંગઠન નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં જોડાવા માંગતું નથી અને જૂની પેન્શન સ્કીમમાં પુનઃસ્થાપિત કરવા માંગે છે. સંગઠનોની માંગ છે કે તમામ બેંકિંગ કર્મચારીઓને જૂની પેન્શન સિસ્ટમમાં પેન્શન આપવામાં આવે અને એનપીએસ પૂરી કરવામાં આવે. બેંકોમાં કામ કરતા કર્મચારીઓ અઠવાડિયામાં 5 દિવસ કામ અને 2 દિવસની રજા ઈચ્છે છે. આ મુદ્દે પહેલેથી જ વિરોધ ચાલી રહ્યો છે.

7 લાખ બેંક કર્મચારીઓને ચેતવણી

ઓલ ઈન્ડિયા બેંકિંગ ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી સૌમ્યા દત્તાએ હાલમાં કહ્યું હતું કે 27 જૂનની હડતાળમાં દેશમાંથી લગભગ 7 લાખ બેંક કર્મચારીઓ ભાગ લેશે અને કામકાજ બંધ રાખશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટ તેમની માંગણી નહીં સ્વીકારે તો હડતાળ ચાલુ રહેશે. દત્તાએ કહ્યું કે સરકાર અને મેનેજમેન્ટ બંને બેંક કર્મચારીઓની માંગણીઓ પર ધ્યાન આપી રહ્યાં નથી. જેના કારણે કર્મચારીઓ હડતાળ કરવાની જરૂર પડી છે. જો હડતાળ કરશે તો લોકોને મોટાપાયે પ્રભાવિત થશે. પરંતુ સમય જતાં ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન વાત માટે તૈયાર થઈ ગયું છે. આ ભરોસા પર બેંકિંગ સંગઠનોએ 27 જૂનની હડતાળ હાલ માટે મોકૂફ રાખી છે.

માર્ચમાં પણ થઈ હતી હડતાળ

આ પહેલા માર્ચ મહિનાની શરૂઆતમાં સંગઠનો હડતાળ પર ઉતર્યા હતા, જેના કારણે બેંકોના કામકાજ પર ગંભીર અસર પડી હતી. યુનિયનોએ સરકારના આ પગલાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા જેમાં બે સરકારી બેંકોને પ્રાઈવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બજેટમાં બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંક યુનિયનો કોઈપણ સંજોગોમાં બેંકોનું ખાનગીકરણ ઈચ્છતા નથી. બેંક યુનિયનોની ડિપોઝીટ પરના વ્યાજ દરમાં વધારો કરવા અને સર્વિસ ચાર્જ ઘટાડવાની માંગ પણ કરવામાં આવી હતી. કેરળ, બંગાળ અને તમિલનાડુમાં બેંકિંગ કામગીરીને ખરાબ રીતે અસર થઈ હતી. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં બેંક કર્મચારીઓએ બીજા દિવસે હડતાળમાં ભાગ લીધો હતો અને કામકાજ બંધ કરી દીધું હતું. બેંક ઉપરાંત અન્ય ક્ષેત્રના કર્મચારીઓએ પણ સરકારની નીતિઓ સામે હડતાળ કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati